રણજી ટ્રોફીની 19માંથી 13 મૅચ ડ્રૉ...
સ્પોર્ટસ

રણજી ટ્રોફીની 19માંથી 13 મૅચ ડ્રૉ…

કોલકાતા/રાજકોટઃ રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં વરસાદે કેટલીક જગ્યાએ મૅચની મજા બગાડી નાખી અને પરિણામે આ રાઉન્ડની કુલ 19માંથી 13 મૅચ ડ્રૉ (Draw)માં પરિણમી છે. અમુક મૅચો રસાકસીને લીધે ડ્રો થઈ હતી. ચાર દિવસીય મૅચોમાં જે છ મૅચના પરિણામ આવ્યા એમાં ખાસ કરીને ગુજરાત વિરુદ્ધ બેંગાલનું છે. કોલકાતામાં બેંગાલે (Bengal) મોહમ્મદ શમીની કુલ આઠ અને શાહબાઝ અહમદની કુલ નવ વિકેટને કારણે ગુજરાત (Gujarat)ને 141 રને હરાવવામાં સફળતા મેળવી હતી.

ભારત વતી પાંચ ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકેલા સ્પિનર અને મૅન ઑફ ધ મૅચ શાહબાઝ અહમદ અને શમીએ ભારતીય સિલેક્ટરોને પોતાની તરફ પણ ધ્યાન આપવાનો સંકેત આપી દીધો છે.

PTI

અન્ય કેટલીક મૅચોના પરિણામ આ મુજબ હતાઃ જમ્મુ/કાશ્મીરનો રાજસ્થાન સામે એક દાવ, 41 રનથી વિજય, મહારાષ્ટ્રનો ચંડીગઢ સામે 144 રનથી વિજય, સર્વિસીઝનો આસામ સામે આઠ વિકેટે વિજય, હરિયાણાનો ત્રિપુરા સામે નવ વિકેટે વિજય, મિઝોરમનો અરુણાચલ સામે એક દાવ અને 58 રનથી વિજય.

આ 13 મૅચ ડ્રૉમાં પરિણમી હતીઃ મુંબઈ-છત્તીસગઢ, બરોડા-આંધ્ર, ઉત્તર પ્રદેશ-ઓડિશા, ઝારખંડ-વિદર્ભ, કર્ણાટક-ગોવા અને સૌરાષ્ટ્ર-મધ્ય પ્રદેશ સહિત કુલ 13 મૅચ ડ્રૉમાં પરિણમી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button