સ્પોર્ટસ

10 ભારતીય ખેલાડીએ લૉર્ડ્સમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે, પણ આ લિસ્ટમાં સચિન-વિરાટ નથી

લંડનઃ ક્રિકેટની દુનિયામાં મક્કા તરીકે ઓળખાતા ઇંગ્લૅન્ડના લૉર્ડસ ((Lord’s) ક્રિકેટ ગ્રાઉન્ડ પર સેન્ચુરી ફટકારવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે અને ભારતીયોની જ વાત કરીએ તો દેશના ઘણા દિગ્ગજો આ ઐતિહાસિક મેદાન પર સદી ફટકારી ચૂક્યા છે જેમાં શુભમન ગિલનું કે વર્તમાન ટીમ ઇન્ડિયામાંથી બીજા કોઈનું નામ જોડાઈ શકે, પણ નવાઈની વાત એ છે કે આ ગ્રાઉન્ડ પર સચિન તેન્ડુલકર (Sachin Tendulkar) કે વિરાટ કોહલી (Virat Kohli) જેવા મહાન ખેલાડી સેન્ચુરી નથી કરી શક્યા. ભારત વતી લૉર્ડ્સમાં સૌથી વધુ ત્રણ ટેસ્ટ-સદી દિલીપ વેન્ગસરકરના નામે છે. વર્તમાન ચીફ સિલેક્ટર અજિત આગરકરે પણ આ મેદાન પર અસરદાર બોલિંગ કરવા ઉપરાંત એક યાદગાર સેન્ચુરી (Century) ફટકારી હતી.

લૉર્ડ્સમાં સદી ફટકારીને પોતાનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવનારા ભારતીયોમાં વિનુ માંકડ, ગુંડપ્પા વિશ્વનાથ, રવિ શાસ્ત્રી, મોહમ્મદ અઝહરુદ્દીન, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, અજિંક્ય રહાણે અને કે. એલ. રાહુલનો પણ સમાવેશ છે.
સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલી લૉર્ડ્સમાં ઘણી વખત રમ્યા છે, પણ સદી નથી ફટકારી શક્યા.

આ પણ વાંચો: 1983માં કપિલને ટ્રોફી સાથે જોઈને હું પ્રોત્સાહિત થયો, હવે લૉર્ડ્સના જ પૅવિલિયનમાં મારું ચિત્ર મુકાયું એ મારા માટે મોટું ગૌરવઃ સચિન…

લૉર્ડ્સમાં કયા ભારતીયની કેટલી સેન્ચુરી

  • દિલીપ વેન્ગસરકરઃ ત્રણ સેન્ચુરી
  • વિનુ માંકડઃ એક સેન્ચુરી
  • ગુંડપ્પા વિશ્વનાથઃ એક સેન્ચુરી
  • રવિ શાસ્ત્રીઃ એક સેન્ચુરી
  • રાહુલ દ્રવિડઃ એક સેન્ચુરી
  • સૌરવ ગાંગુલીઃ એક સેન્ચુરી
  • મોહમ્મદ અઝહરુદ્દીનઃ એક સેન્ચુરી
  • અજિત આગરકરઃ એક સેન્ચુરી
  • અજિંક્ય રહાણેઃ એક સેન્ચુરી
  • કે. એલ. રાહુલઃ એક સેન્ચુરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button