સ્પોર્ટસ

મોઇન અલી કહે છે, `રોહિત-વિરાટની ગેરહાજરીથી જૂનમાં ઇંગ્લૅન્ડની ટીમના પર્ફોર્મન્સ પર…’

કયા ખેલાડીઓએ કોહલીની કૅપ્ટન્સીમાં ટેસ્ટની કરીઅર શરૂ કરી હતી, જાણો છો?

લંડનઃ ઇંગ્લૅન્ડ (ENGLAND) સામે આગામી 20મી જૂને ભારતની ટેસ્ટ-સિરીઝ (TEST SERIES) શરૂ થશે, પરંતુ એ પહેલાં જ રોહિત શર્મા (ROHIT SHARMA) અને વિરાટ કોહલી (VIRAT KOHLI)એ ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી દીધી એની ઇંગ્લૅન્ડની ટીમ પર ઘણી હકારાત્મક અસર પડશે, એવું ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર મોઇન અલી (MOEEN ALI)નું માનવું છે.

મોઇનના મતે રોહિતની વિદાયને પગલે હવે શુભમન ગિલ પર કૅપ્ટન્સીનો કળશ ઢોળવામાં આવશે.

ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝની સાથે ભારતની નવી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની સીઝન શરૂ થશે. 20મી જૂનની પ્રથમ ટેસ્ટ હેડિંગ્લીમાં રમાશે.

આ પણ વાંચો: રોહિત-વિરાટ 2027નો વન-ડે વર્લ્ડ કપ રમતા જોવા મળશે? સુનીલ ગાવસકરની પ્રતિક્રિયા ચિંતાજનક કહી શકાય

મોઇનનું એવું પણ કહેવું છે કે ભારતીય ટીમમાંથી હવે રોહિત-વિરાટની બાદબાકી થઈ જવાથી ઇંગ્લૅન્ડની ટીમને ઘણો લાભ થશે. મને યાદ છે, રોહિત છેલ્લે ઇંગ્લૅન્ડ આવ્યો હતો ત્યારે ઘણું સારું રમ્યો હતો.’ મોઇન અલીએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે તેણે આઇપીએલ સહિતની લીગ ટૂર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખ્યું છે. મોઇને કહ્યું છે કેજો ગિલને ટેસ્ટનો કૅપ્ટન બનાવાશે તો પહેલી વાર કૅપ્ટન બનીને ઇંગ્લૅન્ડમાં રમવા આવતા ખેલાડીઓએ જેમ ઇંગ્લૅન્ડમાંની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડતું હોય છે, એમ શુભમન ગિલે પણ અહીંના સંઘર્ષોનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.’

કોહલીની કૅપ્ટન્સીમાં ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ખેલાડીઓ

વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી એને પગલે ઘણી નવી અને અગાઉ ભાગ્યે જ કોઈએ જાણી હોય એવી વાતો બહાર આવતી હોય છે.

કોહલીએ 2014થી 2019 દરમ્યાન પંચાવન ટેસ્ટમાં 21 સેન્ચુરી ખડકી દીધી હતી, એમાં (ભારતીયોમાં સૌથી વધુ) સાત ડબલ સેન્ચુરી સામેલ હતી, તેણે એમાંની છ ડબલ સેન્ચુરી માત્ર બાવીસ ટેસ્ટમાં ફટકારી હતી, ભારતીય ટેસ્ટ ખેલાડીઓમાં કોહલીની 46.85ની બૅટિંગ-ઍવરેજ સચિન (53.78), રાહુલ દ્રવિડ (52.31), સુનીલ ગાવસકર (51.12) પછી ચોથા નંબરે હતી, 50 ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારાઓમાં તે 3,309 રન સાથે ગૅરી સોબર્સ (3,291 રન), સ્ટીવ સ્મિથ (3,289) અને મોહમ્મદ યુસુફ (3,253) કરતાં પણ ચડિયાતો હતો.

આ પણ વાંચો: રોહિત-વિરાટે કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ કર્યા છે, હમણાં ઓચિંતી શાની નિવૃત્તિ લે!

આ અને બીજા અનેક રસપ્રદ આંકડાથી હટકે કહી શકાય એવી એક જાણકારી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે સંકળાયેલા મુંબઈના જાણીતા સ્કોરર દીપક જોશીએ `મુંબઈ સમાચાર’ને આપી છે. તેમણે જણાવ્યું છે કે 13 ખેલાડીઓએ વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતુંઃ કર્ણ શર્મા, નમન ઓઝા, જયંત યાદવ, કરુણ નાયર, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, રિષભ પંત, હનુમા વિહારી, પૃથ્વી શૉ, શાર્દુલ ઠાકુર, મયંક અગરવાલ, શાહબાઝ નદીમ અને અક્ષર પટેલ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button