ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ સહિત આ દિગ્ગજ ક્રિકેટરોને ન મળ્યો કોઇ ખરીદદાર | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ સહિત આ દિગ્ગજ ક્રિકેટરોને ન મળ્યો કોઇ ખરીદદાર

દુબઇ: ઇન્ડિયન પ્રિમિયર લીગ ૨૦૨૪ અગાઉ ખેલાડીઓની હરાજી દુબઇમાં કરવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને ભારતના મનીષ પાંડે સહિતના ક્રિકેટરોને કોઇ ટીમે ખરીદ્યા નહોતા.
આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી રિલી રોસો ઉપરાંત ભારતીય કરુણ નાયર જેવા નામ સામેલ છે. ઑસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટીવ સ્મિથ અને દક્ષિણ આફ્રિકાના ખેલાડી રિલી રોસોની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા હતી. જ્યારે ભારતીય ખેલાડીઓ મનીષ પાંડે અને કરુણ નાયરની બેઝ પ્રાઈસ ૫૦ લાખ રૂપિયા હતી. પરંતુ ટીમોએ બોલી લગાવી ન હતી. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન પણ વેચાયો ન હતો. લોકી ફર્ગ્યુસનની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા હતી.
તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયન ખેલાડી જોશ ઈંગ્લિસે ભારત સામેની ટી-૨૦ શ્રેણીમાં તોફાની સદી ફટકારી હતી. પરંતુ આજે હરાજીમાં તેને પણ કોઇએ ખરીદ્યો નહોતો. આ સિવાય ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ અને શ્રીલંકાના કુસલ મેન્ડિસને ખરીદદાર મળ્યા નહોતા.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button