ત્રણ દિવસ બાદ બનશે ત્રિગ્રહી, લક્ષ્મી નારાયણ યોગ, આ રાશિના જાતકોના શરુ થશે અચ્છે દિન…
દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ વખતની દિવાળી તો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વની સાબિત થવાની છે. આ વખતે દિવાળી પર 31મી ઓગસ્ટના દિવસે ગુરુ અને શુક્રની યુતિ થઈ રહી છે તો એના બે દિવસ પહેલાં એટલે કે ધનતેરસના પણ બુધ, શુક્ર અને ગુરુ મળીને ત્રિગ્રહી યોગ પણ બનાવી રહ્યા છે. આ સાથે સાથે જ આ દિવસે લક્ષ્મીનારાયણ યોગ પણ બની રહ્યો છે. જેને કારણે અમુક રાશિના જાતકોને લાભ જ લાભ થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો : Dhanteras 2024: ધનતેરસમાં સોનું ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત ક્યારે ? જાણો એક જ કિલક પર
મુંબઈના એક પ્રસિદ્ધ જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 29મી ઓક્ટોબરના બુધ રાશિ પરિવર્તન કરીને શુક્ર સાથે યુતિ કરશે, જેને કારણે લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. આ સાથે સાથે જ બુધ, શુક્ર અને ગુરુ મળીને ત્રિગ્રહી યોગ પણ બની રહ્યો છે. જેને કારણે અમુક રાશિના જાતકોને લાભ જ લાભ થશે, આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે, ભાગ્યનો સાથે મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો : આજનું રાશિફળ (26-10-24): મેષ, સિંહ અને મકર રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Goodddyyy Goodddyyy…
મેષ રાશિના જાતકો માટે ધનતેરસ બની રહેલો ત્રિગ્રહી અને લક્ષ્મીનારાયણ રાજયોગ લાભદાયી રહેશે. આ રાશિના જાતકોના બિઝનેસમાં વૃદ્ધિ થશે. નોકરીમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.
મિથુન રાશિના જાતકો માટે પણ આ ધનતેરસ લાભદાયી રહેશે. બુધ મિથુન રાશિના જાતકોને ફાયદો કરાવી રહ્યા છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થશે. આ રાશિના જાતકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે. અટકી પડેલાં કામ પૂરા થશે.
સિંહ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ શુભ પરિણામ આપનારો રહેશે. આ રાશિના જાતકોને ધનલાભ થશે અને આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. નવી ગાડી કે પ્રોપર્ટી ખરીદશો. ઘર-પરિવારમાં ખુશહાલી આવશે.
તુલા રાશિના જાતકો માટે ધનતેરસ પર બની રહેલાં શુભ યોગ શુકનિયાળ રહેશે. આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. પારિવારિક જીવનમાં ખુશહાલી આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે. નોકરીમાં પ્રમોશન વગેરે મળવાના યોગ છે.