સ્પેશિયલ ફિચર્સ

રનવે પર કેમ બનાવવામાં આવે છે Zebra Crossing? 99 ટકા લોકોને નથી હોતી ખબર…

ટ્રાફિક સિગ્નલ પર તો આપણામાંથી ઘણા લોકોએ ઝેબ્રા ક્રોસિંગ જોઈ હશે અને એનું કારણ પણ આપણને ખબર હોય છે પણ એરપોર્ટના રનવે પર બનાવામાં આવેલી ઝેબ્રા ક્રોસિંગનું કારણ તમને ખબર છે? એરપોર્ટ પર તો કોઈ રોડ ક્રોસ કરવાવાળું પણ નથી હોતું તો પછી આ ઝેબ્રા ક્રોસિંગ બનાવવાનું કારણ શું? ચાલો આજે તમને એના વિશે જણાવીએ…

વાત જાણે એમ છે કે એરપોર્ટ પર ઝેબ્રા ક્રોસિંગ બનાવવાનું કારણ ફ્લાઈટનું લેન્ડિંગ છે. જી હા, ફ્લાઈટ સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડ કરે એ હેતુથી રનવે પર આ ઝેબ્રા ક્રોસિંગ બનાવવામાં આવી હોય છે. આ ઝેબ્રા ક્રોસિંગને કારણે જ પાઈલટનવે એરપોર્ટના રનવેની લંબાઈ અને પહોળાઈ બંનેનો અંદાજ આવે છે. પાઈલટ આ ઝેબ્રા ક્રોસિંગને ધ્યાનમાં લઈને જ ગણતરી કરે છે ફ્લાઈટને કેટલી સ્પીડમાં અને ક્યાંથી લેન્ડ કરાવવાની છે.

ALSO READ: ચેન્નઈથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ IndiGoની 6E-5188 ફ્લાઈટ અને…

જો રનવે પર ઝેબ્રા ક્રોસિંગ નહીં બનાવવામાં આવે તો ફ્લાઈટ ક્રેશની ઘટનાઓ વધી જશે અને એની સાથે સાથે લોકોના જીવ પણ જોખમમાં મુકાશે. આ જ કારણ છે કે દર થોડાક સમયે મેઈન્ટેનન્સ ટીમ પણ રનવે પરની આ ઝેબ્રા ક્રોસિંગનું કામ કરે છે, જેથી એકદમ સરળતાથી ફ્લાઈટ એરપોર્ટ પર લેન્ડ કરી શકે.


હવે જો તમને કોઈ પૂછે કે રોડ પર તો ઠીક સમજ્યા કે ઝેબ્રા ક્રોસિંગ કેમ હોય છે, પણ આ એરપોર્ટના રનવે પર ઝેબ્રા ક્રોસિંગ કેમ બનાવવામાં આવી હોય છે તો તમે પણ એમની સાથે આ મહત્ત્વની અને જાણકારી આપતી માહિતી ચોક્કસ શેર કરજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button