Google Doodleના બદલે દેખાશે તમારું નામ, બસ કરવું પડશે આ કામ…

શું તમે પણ ઈચ્છો છો કે ગૂગલ ખોલતાં જ ગૂગલના બદલે તમારા નામનું ડૂડલ દેખાય? જો આ સવાલનો જવાબ હામાં છે તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે. તમે ખુદ ચપટી વગાડતામાં આવું કરી શકો છો એના માટે બસ અહીં જણાવવામાં આવેલી કેટલાક સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરવા પડશે. ચાલો જોઈએ ગૂગલને તમે કઈ રીતે પોતાનું પર્સનલ સર્ચ એન્જિન બનાવી શકો છો એ-
જો તમારું પણ સપનું હોય કે તમે ગૂગલ ઓપન કરો અને ત્યાં ગૂગલને બદલે તમારું ખુદનું નામ દેખાય તો આ સ્ટોરી તમારા માટે જ છે. આઈ નો આઈ નો હવે તમે પણ વિચારશો કે આવું કઈ રીતે શક્ય છે તો આવું સરળતાથી કરી શકાય છે. આ માટે તમને કોઈ કોડિંગ કે હેકની જરૂર નથી. બસ તમારે અહીં અમે જણાવેલી ટ્રિકને ફોલો કરવી પડશે અને તમારું નામ ગૂગલના ડૂડલની જગ્યાએ પોપ અપ થશે.
આ પણ વાંચો: ટ્રાફિકમાં હોર્ન વગાડવાથી શું થાય છે? ઓટો પર જોવા મળ્યો સવાલ, ઓપ્શન જોઈને તો…
આ માટે તમારે માય ગૂગલ ડૂડલ નામનું એક ક્રોમ એક્સ્ટેન્શન યુઝ કરવું પડશે અને અહીં તમને જણાવીશું કઈ રીતે. પણ સૌથી પહેલાં જાણીએ કે આ માય ગૂગલ ડૂડલ ક્રોમ એક્સ્ટેન્શન શું છે? તો આ એક્સ્ટેન્શનનું કામ છે ગૂગલના હોમપેજ પર જે ગૂગલ લખ્યું છે તેની જગ્યાએ તમારું નામ કે તમને ગમતો શબ્દથી બદલવું. અહીં તમે તમારું નામ, તમારા મમ્મી પપ્પાનું નામ કે કોઈ ખાસ વ્યક્તિ કે જેનું નામ તમે ગૂગલ ડૂડલની જગ્યાએ જોવા માંગો છો એ લખી શકાશે.
આ રીતે કરી શકશો એપ્લાય-
⦁ આ માટે સૌથી પહેલાં તમારા પીસી કે લેપટોપ પર ક્રોમનું બ્રાઉઝર ઓપન કરો. જો તમારા સિસ્ટમમાં ક્રોમ ડાઉનલોડ કરો.
⦁ હવે ક્રોમ વેબ સ્ટોર પર જઈને https://chrome.google.com/webstore નામની લિંક કરી શકો છો
⦁ સર્ચ બોક્સમાં માય ગૂગલ ડૂડલ ટાઈમ કરો. જે પહેલું રિઝલ્ટ સામે આવે એને ઓપન કરીને એડ ટુ ક્રોમ ઓપ્શન સિલેક્ટ કરો.
⦁ હવે એડ એક્સ્ટેન્શન પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી લો
⦁ તમારી જમણી બાજુએ દેખાતા એક્સ્ટેન્શનના આઈકોન પર જઈને ક્લિક કરશો એટલે એક બોક્સ તમારી સામે ખુલશે, જેમાં તમને તમારો ગમતો શબ્દ કે નામ ટાઈમ કરવું પડશે
⦁ બસ હવે તમે જ્યારે પણ ગૂગલ ઓપન કરશો તો તમને ગૂગલના ડૂડલને બદલે તમે લખેલો શબ્દ જ દેખાશે.
આ પણ રાખો ધ્યાનમાં…
આ માત્ર તમારા બ્રાઉઝરમાં જ કામ કરશે એટલે કે ખાલી તમારા કોમ્પ્યુટરમાં જ જોઈ શકાય છે. આને કારણે કોઈ વાઈરસ કે હેક થવાની શક્યતા નથી. પરંતુ તેમ છતાં ઓફિશિયલ એક્સ્ટેન્શન જ ડાઉનલોડ કરો. આ બદલાવ માત્ર દેખાડવા માટેનો જ છે, ગૂગલ તો એની રીતે જ કામ કરશે.