મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

પ્રેગનન્સીમાં તમે પણ સુંદર દેકાઈ શકો, આટલી અભિનેત્રી પાસેથી પ્રેરણા લઈ શકો

માતા બનવું એ દરેક સ્ત્રી માટે ગર્વની વાત છે. ગર્ભાવસ્થા દરમિયાન દરેક વ્યક્તિ પોતાનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ પહેલા સ્ત્રીઓ પોતાનો બેબી બમ્પ બતાવવામાં શરમાતી હતી. પરંતુ હવે અભિનેત્રીઓ હિંમતભેર બેબી બમ્પ બતાવે છે. ઉપરાંત, ગર્ભાવસ્થા દરમિયાન ફેશનેબલ દેખાવું એક ટ્રેન્ડ બની ગયો છે અને આજકાલ તો ગર્ભાવસ્થા દરમ્યાન સુંદર ફોટોશૂટ પણ કરાવે છે. જો તમે પણ તમારા ખાસ દિવસોમાં કૂલ, સ્ટાઇલિશ અને સુંદર દેખાવા માંગતા હો, તો આ સુંદરીઓ પાસેથી ટિપ્સ લો…

You too can look beautiful during pregnancy, take inspiration from these actresses

જો તમે ગર્ભવતી છો અને કોઈ પૂજા કે લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા છો. તો તમે દીપિકા પાદુકોણ જેવો લાલ સૂટ પહેરી શકો છો. તમે અભિનેત્રીની જેમ દુપટ્ટો નાખીને તમારા લુકને સ્ટાઇલિશ બનાવી શકો છો. જો તમે ગર્ભાવસ્થા દરમિયાન કૂલ અને સ્ટાઇલિશ દેખાવા માંગતા હો. તો તમે દીપિકાની જેમ લોન્ગ ટેન્ગટોપ સ્ટાઇલિશ ગાઉન પહેરી શકો છો. જો તમને ગર્ભાવસ્થા દરમિયાન સ્કર્ટ પહેરવાનું મન થાય, તો તમે તેને સોહા અલી ખાનની જેમ શર્ટ સાથે પહેરી શકો છો.

ગર્ભાવસ્થા દરમિયાન કફ્તાન ડ્રેસ પણ ખૂબ જ કૂલ અને આરામદાયક લાગે છે. તો તમે પણ તેને કરીના કપૂરની જેમ પહેરી શકો છો. જો તમે ઓફિસ જતા હો તો ગર્ભાવસ્થા દરમિયાન આલિયા ભટ્ટ જેવો બોડીકોન ડ્રેસ પણ ટ્રાય કરી શકો છો. તમે તમારા વાળ ખુલ્લા રાખીને તમારા લુકને સ્ટાઇલિશ બનાવી શકો છો.

You too can look beautiful during pregnancy, take inspiration from these actresses

આ ઉપરાંત આલિયાનો ગુલાબી શર્ટ લુક પણ ખુબ વાયરલ થયો હતો. તમે પણ ગર્ભાવસ્થા દરમિયાન આ લુક ટ્રાય કરી શકો છો. આ સાથે જેકેટ તમારા લુકમાં વધારો કરશે. આલિયા ભટ્ટની જેમ અનારકલી કુર્તો ગર્ભાવસ્થાના સમયગાળા માટે એક સારો વિકલ્પ છે. તમે આને નાના મોટા ફંક્શનમાં પહેરી શકો છો. કિયારા અડવાણીની જેમ તમે સફેદ શર્ટમાં પણ તમારી ગર્ભાવસ્થાને સ્ટાઇલિશ બનાવી શકો છો. આ તમને ખૂબ જ કૂલ લુક પણ આપશે.

આ પણ વાંચો રેખાએ આ એક્ટર સાથે ફિલ્મમાં કર્યો બાથટબમાં રોમેન્સ, થિયેટરમાં બંનેનો રોમેન્સ જોઈને…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button