તમારી લાગણીઓ તમે શબ્દોની બદલે જેના દ્વારા સેકન્ડમાં વ્યક્ત કરો છો તે ઈમોજી વિશે જાણો છો?

વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હાથવગા થયા બાદ લોકો, ખાસ કરીને યુવાનો ફોન પર વાત કરવાને બદલે ચેટિંગ કરવાનું પસંદ કરે છે. ધીમે ધીમે ચેટિંગ માટે શબ્દો કરતાં વધુ ઇમોજી(Emoji)નો ઉપયોગ થવા લાગ્યો છે, ધીમે ધીમે વિવધ પ્રકારના ઈમોજી પણ ઉપલબ્ધ થઇ રહ્યા છે. ઘણા બધા શબ્દો ટાઈપ કરવાને બદલે એક ઈમોજીથી લાગણી વ્યક્ત થઇ જતી હોય છે. ઈમોજી પત્રો વાળી એનિમેશન ફિલ્મ પણ બની ચુકી છે.
દર વર્ષે 17 જુલાઈના દિવસને વર્લ્ડ ઈમોજી ડે (World Emoji Day 2024) તરીકે માનવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું પ્રથમ ઇમોજી કોણે બનાવ્યું હતું? અથવા શા માટે તેમને ઇમોજી કહેવામાં આવે છે? તો આવો જાણીએ વર્લ્ડ ઈમોજી ડેનો ઈતિહાસ વિષે.
વિશ્વનું પ્રથમ ઇમોજી કોણે બનાવ્યું?
વર્ષ 1999 માં, શિગેટકા કુરિતા (shigateka Kurita) નામના જાપાનીઝ પ્રોગ્રામરે જાપાનની મોબાઇલ ઓપરેટિંગ કંપનીમાં કામ કરતા પ્રથમ વખત ઇમોજી બનાવ્યું હતું. તે સમયે, શિગેટકાએ એક મોબાઇલ ઇન્ટિગ્રેટેડ સર્વિસ આઇ-મોડ રિલીઝ કરવા માટે 176 અલગ-અલગ ઇમોજી બનાવ્યા હતા, જે પછી 2010 માં UNICOI એ ઇમોજીના ઉપયોગને માન્યતા આપી હતી.
વર્લ્ડ ઇમોજી ડેનો ઇતિહાસ:
ઈમોજી દિવસની ઉજવણી વર્ષ 2017માં શરૂ થઈ હતી. હકીકતમાં, વર્ષ 2017 માં, એપલ એન્જિનિયર જેરેમી બર્ગે 17 જુલાઈની તારીખ સાથે કેલેન્ડર ઇમોજી દર્શાવતું એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટ બાદ, ટ્વેમોજીના સહ-સ્થાપક મેટ ડેનિયલ્સે 17 જુલાઈને વર્લ્ડ ઇમોજી ડેતરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો અને ત્યારથી દર વર્ષે 17 જુલાઈએ વિશ્વ ઈમોજી દિવસ ઉજવવામાં આવે છે.
તેને ‘ઈમોજી’ કેમ કહેવામાં આવે છે?
ઇમોજી શબ્દમાં, ‘E’ નો અર્થ ‘પિક્ચર’ અને ‘Moji’ નો અર્થ ‘કેરેક્ટર’ થાય છે. એટલે કે, પિક્ચર કેરેક્ટર.