100 વર્ષ બાદ મીન રાશિમાં બની રહ્યા બે આ બે યોગ, આ રાશિઓની ચમકી ઉઠશે કિસ્મત…

વૈદિક જ્યોતિષમાં જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે તેને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આજે અમે અહીં આવા જ એક ગોચર વિશે વાત કરવા જઈ રહ્યા છે જે આજથી બરાબર દસ દિવસ બાદ થવા જઈ રહ્યું છે, જેને કારણે એક નહીં પણ બે બે શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ગોચરને કારણે બની રહેલા શુભ યોગને કારણે અમુક રાશિની કિસ્મત ચમકી ઉઠશે, તેમનો ગોલ્ડન સમય શરૂ થઈ રહ્યો છે.
વાત જાણે એમ છે કે 9મી એપ્રિલના દિવસે ગ્રહોના રાજકુમાર મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. મીન રાશિમાં ગ્રહોના સેનાપતિ શુક્ર પહેલાંથી જ બિરાજમાન છે. બુધ અને શુક્રની યુતિને કારણે લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. આ સિવાય ગ્રહોના રાજા સૂર્ય પણ પહેલાંથી જ મીન રાશિમાં બિરાજમાન છે અને બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
જયોતિષ શાસ્ત્રમાં આ બંને યોગને ખુબ જ લાભદાયી માનવામાં આવ્યા છે અને જ્યારે પણ આ યોગ બને છે ત્યારે જાતકો માટે તે લાભદાયી નીવડે છે. 100 વર્ષ બાદ મીન રાશિમાં આ યોગ બની રહ્યો છે. આ બંને યોગના નિર્માણને કારણે અમુક રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમની સુતેલું ભાગ્ય જાગી રહ્યું છે…
વૃષભ: આ રાશિના જાતકો માટે આ બંને યોગ લાભદાયી નીવડી રહ્યા છે. આ રાશિના લોકોના અચ્છે દિનની શરુઆત થઈ રહી છે. ખૂબ લાભ થઈ રહ્યો છે. વેપારમાં ખૂબ લાભ થઈ રહ્યો છે. મા લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકો વધુ પૈસા કમાવશે.
સિંહ: સિંહ રાશિના જાતકો માટે 100 વર્ષ બાદ મીન રાશિમાં બની રહેલા લક્ષ્મી નારાયણ યોગ અને બુધાદિત્ય યોગ ગુડ લક લાવી રહ્યા છે. પ્રમોશન અને પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો તેમાંથી પણ સારો એવો લાભ થઈ રહ્યો છે. કરિયરનો ગ્રાફ પણ ઊંચે જઈ રહ્યો છે.
મીન: મીન રાશિમાં જ 100 વર્ષ બાદ આ બંને યોગ બની રહ્યા છે જેને કારણે આ સમયગાળો ખૂબ જ યોગ્ય સાબિત થઈ રહ્યો છે.વેપારી વર્ગ માટે આ સમય ખૂબ જ સારો માનવામાં આવી રહ્યો છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.