સ્પેશિયલ ફિચર્સ

Xchat: એક્સ પર આવ્યું નવું ચેટિંગ ફિચર, મોબાઈલ નંબર વગર પણ કરી શકશો ઉપયોગ

એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે અનાદીકાળથી જુદાજુદા માધ્યમોનો ઉપયોગ થતો આવ્યો છે. પહેલાના સમયમાં ટપાલ, ટેલીગ્રાફનો ઉપયોગ થતો હતો. હવે તેનું સ્થાન ઈમેઈલ, વોટ્સએપ, ટેલીગ્રામ અને મેસેન્જરે લઈ લીધું છે. આ બધાની વચ્ચે હવે ઈલોન મસ્કે નવું મેસેન્જર લોંચ કર્યું છે.

ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે ટ્વિટરને હસ્તગત કર્યા બાદ તેના નામ બદલવાથી લઈને અનેક ફેરફારો કર્યા છે. સાથોસાથ અવનવા ફિચર પણ લાવ્યા છે. મેસેજિંગની દુનિયામાં હવે તેઓ Xchat લઈને આવ્યા છે. Xchatમાં તમે મોબાઈલ નંબર લિંક કર્યા વગર મેસેજ, ઓડિયો, વીડિયો અને અન્ય ફાઈલ શેર કરી શકશો. આ અંગે ઈલોન મસ્કે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.

Xchat અનેક ફિચરથી સભર છે. તેમાં યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને બિટકોઈન સ્ટાઈલ એન્ક્રિપ્શનની સુવિધા આપવામાં આવી છે. જેથી મેસેજને કોઈ હેકર્સ હેક કરી શકશે નહીં. Xchatમાં ડિસઅપિઅરિંગ મેસેજીસનું પણ ઓપ્શન આપવામાં આવ્યું છે. જેથી મેસેજ એક સમય બાદ આપમેળે ડિલીટ થઈ જશે. Xchatના યુઝર્સને ઓડિયો-વીડિયો કોલ કરવાની સુવિધા પણ મળશે. જેના માટે કોઈ મોબાઈલ નંબરની જરૂર નથી.

આપણ વાંચો:  શરીરને બીમારીનું ઘર બનાવે છે પામ ઓઈલ, જાણો તેના સેવનથી થાય છે કેવું નુકસાન

એક રીતે જોવા જઈએ તો Xchat વોટ્સએપ સાથેની હરિફાઈમાં ઉતરશે. તેના ખાસ બે ફિચર્સને લઈને યુઝર્સ તેને વધુ પસંદ કરશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે હાલ Xchatને Xમાં ઉમેરવામાં આવ્યું છે. તે હજુ ટેસ્ટિંગ ફેઝમાં છે. આગામી દિવસોમાં તેને દરેક યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button