સ્પેશિયલ ફિચર્સ

આ છે દુનિયાનું સૌથી મોંઘુ ટોઈલેટ, બનાવવા માટે કરાયો છે અબજોનો ખર્ચ…

આજકાલ જમાનો શો-શાઈનિંગનો છે અને પહેલાંની સરખામણીએ આજકાલ લોકો ઘરનું રિનોવેશન કરાવતી ઘરના ઈન્ટિરિયરની સાથે સાથે જ વોશરૂમ બનાવવા પર પણ ખાસ્સો એવો ખર્ચ કરી રહ્યા છે. પરંતુ જો તમને કોઈ પૂછે કે દુનિયાનું સૌથી મોંઘું ટોઈલેટ બનાવવા માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો હશે? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

સૌથી પહેલાં તો તમને જણાવીએ કે આ ટોઈલેટ કોઈના ઘર માટે નથી બનાવવામાં આવ્યું. આ ટોઈલેટ સ્પેસ સ્ટેશન માટે બનાવવામાં આવ્યું છે. ધરતી પર બનાવવામાં આવેલા આ મોંઘા ટોઈલેટના નિર્માણ માટે વૈજ્ઞાનિકોએ ખાસ્સી મહેનત કરવી પડી છે. આ સૌથી મોંઘું ટોઈલેટ દુનિયાનું સૌથી હાઈટેક ટોઈલેટ પણ છે. 2.60 અબજના ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ટોઈલેટ ખાસ અવકાશયાત્રીઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ શૌચાલયનો ઉપયોગ સ્પેસ સ્ટેશનમાં કરવામાં આવે છે.

આ પણ વાંચો: દરવાજો ના ખુલતા મુસાફર Spicejet Flightના ટોઈલેટમાં ફસાયો, કોમોડ પર બેસીને મુસાફરી કરી

1988 અને 1992ની વચ્ચે સ્પેસ શટલ એન્ડેવર માટે બનાવવામાં આવેલા આ ટોઈલેટને વેસ્ટ કલેક્શન સિસ્ટમના નામે પણ ઓળખવામાં આવે છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાલમાં ઉપયોગમાં લેવામાં આવતું આ શૌચાલય યુનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે અને એને બનાવવા માટે આશરે 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, એવો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: તમે ઓફિસના બાથરૂમમાં કરો છો આવું કામ? ચીનની આ ઘટના આંખો ખોલી દેશે…

ટાઈટેનિયમથી બનાવવામાં આવેલું આ યુનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ આ પહેલાંના શૌચાલયની સરખામણીએ 65 ટકા નાનું અને 40 ટકા જેટલું હળવું છે. આ ટોઈલેટનું મેઈન્ટેનન્સ અને ઉપયોગ કરવાનું પણ ખૂબ જ સરળ છે. જેનું નિર્માણ ભવિષ્યમાં થનારા ચંદ્રમા અને મંગળ ગ્રહના મિશનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

છે ને એકદમ યુનિક ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વૃદ્ધિ કરજો હં ને. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button