આ છે દુનિયાના સૌથી મોંઘા ફળ, આટલામાં તો આવી જશે…

ફળોને આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. ફૂડ એક્સપર્ટ્સ પણ સિઝન પ્રમાણેના ફૂડનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં તમે જાત જાતના અલગ અલગ ફળો ખાધા હશે પણ જો કોઈ તમને કહે કે અત્યાર સુધીમાં તમે ખાધેલું સૌથી મોંઘુ ફળ કયું તો કદાચ તમે 500 કે 1000 રૂપિયા કિલોના ફળ તમે ખાધા હશે પણ ભાઈસાબ આજે અમે અહીં તમને દુનિયાના કેટલાક મોંઘા ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એમાંથી કેટલાક એવા ફળો પણ છે કે જેની કિંમત એટલી છે કે તમારા હોંશ ઉડી જશે.
આ પણ વાંચો: હિમાચલનાં રસદાર ફળો
હોકાડોમેલન:

આ ફળ મુખ્યત્વે જાપાનમાં જોવા મળે છે અને ત્યાં તેને યુબારી કિંગ મેલન તરીકે પણ ઓળખવામાં આવે છે. વાત કરીએ આ ફળની કિંમત વિશે તો એવું કહેવાય છે કે એક તરબૂચની કિંમત 22,000 ડોલર એટલે કે આશરે 22 લાખ રૂપિયા જેટલી છે. જાપાનમાં ધનવાન લોકો એકબીજાને ભેટમાં આ ફળ આપે છે.
ડેનસુકે તરબૂચ:

આ ફળ પણ જાપાનમાં જ જોવા મળે છે. કલિંગર જેવું દેખાતું આ ફળ ખૂબ જ દુર્લભ છે. આખા વર્ષમાં 100થી 200 ડેનસુકે તરબૂચ જ ઉગે છે અને વાત કરીએ તેની કિંમત વિશે તો એની કિંમત પાંચ લાખ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
રૂબી રોમન દ્રાક્ષ:

ઉપરોક્ત બંને ફળની જેમ જ આ ફળ પણ જાપાનમાં જોવા મળે છે. આ અનોખી એવી દ્રાક્ષની કિંમત પ્રતિ ઝૂમખાં 7 લાખથી 36 લાખ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. આ દ્રાક્ષની ખાસિયત વિશે વાત કરીએ તો આ દ્રાક્ષના એક ઝૂમખામાં 26 જેટલી જ દ્રાક્ષ હોય છે અને આખા વર્ષમાં આ દ્રાક્ષના 24,000 જેટલા જ ઝૂમખાનું ઉત્પાદન થાય છે.
લોસ્ટ ગાર્ડન ઓફ હેલિગન અનાનસ:

ઈંગ્લેન્ડમાં જોવા મળતા આ એક નંગ અનાનસની કિંમત 1 લાખ રૂપિયાથી લઈને 12 લાખ રૂપિયા સુધી હોય છે. આ અનાનસની કિંમત આટલી વધારે છે કારણ કે તેને ઉગાડવાની પદ્ધતિ અલગ છે. 18મી સદીથી ખાસ ખાડો ખોદીને તેમાં આ અનાનસ ઉગાડવામાં આવે છે, જે ગરમ અને ઠંડુ બંને વાતાવરણ પ્રદાન કરે છે. આ અનાનસ તૈયાર થવામાં 1થી 2 વર્ષનો સમય લાગે છે.
ડેકોપન સાઈટ્રસ:

જાપાનમાં જોવા મળતા આ ફળના એક નંગની કિંમત આશરે 18,000 રૂપિયાની આસપાસ છે. સંતરા જેવા દેખાતા આ ફળની ખાસિયત એવી છે કે તેમાં એક પણ બી નથી હોતા.
તાઈયો નો તમાગો કેરી:

એક સમયે જાપાનમાં જોવા મળતી આ કેરી હાલ તો ભારત, ફિલિપાઈન્સ અને થાઈલેન્ડમાં પણ જોવા મળે છે. આ જાતિના એક કિલો કેરીની કિંમત આશરે 2.5 લાખ રૂપિયાની આસપાસ હોય છે. ભારતમાં જબલપુર ખાતે આ કેરીને ખેતી કરવામાં આવે છે.