આ મહિલાએ માત્ર 11.43 સેકન્ડમાં આખું પાઈનેપલ સુધારીને બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, વીડિયો થયો વાઈરલ

દુનિયામાં અનેક લોકો એવા હોય છે કે જેઓ રેકોર્ડ કરવા માટે જાત જાતના હાથકંડા, ગતકડાંઓ અપનાવતા હોય છે. આજે આપણે અહીં આવા જ એક રેકોર્ડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં એક મહિલાએ 11.43 સેકન્ડમાં આખેને આખા પાઈનેપલની છાલ ઉતારીને તેને સુધારી દીધું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સ્લોવાકિયાની ડોમિનિકા ગૈરપારોવાએ આ અનોખો કરતબ દેખાડીને પોતાનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે.
વાત તો આપણે સૌ જાણીએ છીએ કે પાઈનેપલને સુધારવાનું ખૂબ જ અઘરું હોય છે, આવી સ્થિતિમાં 11 સેકન્ડમાં આખેને આખું પાઈનેલ સુધારી દેવું અશક્ય લાગે, પરંતુ આને શક્ય બનાવ્યું છે સ્લોવાકિયાની ડોમિનિકા ગૈરપારોવાએ. આ રેકોર્ડ બ્રિટનના વિસ્બેક શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નોંધાયો હતો.
આપણ વાચો: નવરાત્રીમાં મારુતિનો ધમાકો: 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં હજારો કાર વેચી!
એક જાણીતી કંપનીના 10 અનુભવી કર્મચારીઓ કે જેઓ રોજ પાઈનેપલ સુધારવામાં માહેર હતા તેઓ હતા. આ તમામ લોકોનું લક્ષ્ય હતું જૂના રેકોર્ડને તોડવું. જૂનો રેકોર્ડ હતો 17.85 સેકન્ડનો.
આ કોમ્પિટીશનમાં એક જ શરત હેઠળ પાઈનેપલની જાડી છાલને ઉતારીને તેના નાના નાના ટૂકડાં કરવામાં હતા. ખાસ વાત તો એ હતી કે દરેક ટૂકડો 3.8 સેન્ટિમીટરથી વધુ મોટો ના હોવો જોઈએ.
ડોમિનિકા ગૈસપારો પહેલાં જ પ્રેક્ટિસ સેન્શનમાં સૌથી ફાસ્ટ સાબિત થઈ ચૂકી હતી. પરંતુ સાચી પરિક્ષા તો ત્યારે થઈ જ્યારે ઓફિશિયલી રેકોર્ડ બનાવવા માટેના માહોલમાં આ કરતબ કરી દેખાડવાનું હતું.
ટાઈમની પાબંદી, નિયમોનું પાલન અને એક પણ ભૂલને અવકાશ નહીં. જેવું ક્લોક શરૂ થયું ડોમિનિકાએ પાઈનેપલ હાથમાં લીધું અને વીજળીની ઝડપે કામ શરૂ કર્યું. જોત જોતામાં જ તેણે આખેને આખું પાઈનેપલ નાના નાના ટુકડામાં સુધારી દીધું. તેણે જૂના રેકોર્ડને તોડીને 11.43 સેકન્ડમાં આખું પાઈનેપલ સમારી દીધું હતું.
આ વીડિયોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કર્યો છે અને તેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. આ વીડિયો પર નેટિઝન્સના જાત જાતના રિએક્શન સામે આવી રહ્યા છે.
એક યુઝરે જણાવ્યું હતું કે હું આ કામ પાંચ સેકન્ડમાં કરી શકું છું. બીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આજકાલ તો કંઈ પણ રેકોર્ડ બની રહ્યા છે. ગિનીસ બુક અત્યાર સુધી તમારું એક સ્ટાન્ડર્ડ હતું, હવે તમે કંઈ પણ કરવા લાગ્યા છો.



