ટોપ ન્યૂઝનેશનલસ્પેશિયલ ફિચર્સ

World Heart Day : ગુજરાતના હૃદય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો, 48 ટકા દર્દી 50થી ઓછી વયના

અમદાવાદઃ આજે વિશ્વ હૃદય દિવસ(World Heart Day)છે. હૃદય એ આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે અને દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો છે. હૃદયને કમજોર બનાવવા માટે ઘણી હદ સુધી લોકો પોતે જ જવાબદાર હોય છે. જેના કારણે નાની ઉંમરમાં જ લોકોને હાર્ટ એટેક આવે છે અથવા તેઓ કોરોનરી હાર્ટ ડિસીઝ સહિત અનેક હૃદયની બિમારીઓ પીડાતા હોય છે. ગુજરાતમાં હૃદય રોગના 48 ટકા દર્દી 50થી ઓછી વયના છે

હૃદય રોગના 48 ટકા દર્દીઓ 50થી ઓછી વયના

છેલ્લાં પાંચ વર્ષ બાદ લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવતા કેટલીક બીમારીમાં પણ ચિંતાજનક વધારો થયો છે, જેમાં હૃદયરોગના કેસ સૌથી વધુ છે. વર્ષ 2020માં હૃદયની ઈમરજન્સીના કુલ 38389 કેસ નોંધાયા હતા અને તેની સામે આ વર્ષે 25મી સપ્ટેમ્બર સુધીમાં જ 52973 કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ આ વર્ષે પ્રતિ દિવસે હૃદયની ઈમરજન્સીના સરેરાશ 197 કેસ નોંધાયા છે. આ વર્ષે હૃદયની ઈમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાં 48 ટકા દર્દીઓની ઉંમર 50થી ઓછી વય છે.

રાજ્યમાં યોગ શિબિરનું આયોજન

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં વિશ્વ હદય દિવસના અનુસંધાને આજે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. હદય દિવસની જનજાગૃતિ માટે યોગ બોર્ડ દવારા ચાલતા નિઃશૂલ્ક યોગ વર્ગોમાં પ્રચાર પ્રસાર તથા યોગ જાગરણ રેલીઓનું આયોજન કરવામાં આવશે.

આધુનિક બેઠાડું જીવનશૈલી, ઉચ્ચસ્તરના તણાવને જવાબદાર

નિષ્ણાત ડોક્ટરોના મત મુજબ હૃદય રોગના હુમલાના વધતા વ્યાપને મોટાભાગે આધુનિક બેઠાડું જીવનશૈલી, નબળા પોષણ અને ઉચ્ચસ્તરના તણાવને જવાબદાર ગણી શકાય. શહેરી યુવાનો, ખાસ કરીને, ફાસ્ટ ફૂડનું સેવન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, ધૂમ્રપાન અને ઉચ્ચ તણાવ સ્તર જેવા પરિબળોને કારણે હૃદયની સમસ્યાઓ માટે અત્યંત સંવેદનશીલ હોય છે. ડાયાબિટીસ અને હાયપરટેન્શનનું ભારણ સતત વધી રહ્યું છે. જે દેશમાં હૃદય આરોગ્ય સંકટને વધુ જટિલ બનાવે છે.

નિયમિતપણે બ્લડ પ્રેશર અને બ્લડ સુગરનું સ્તર તપાસતા રહેવું

દરેકને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને, તણાવ ઘટાડવા અને સમયસર તબીબી તપાસની ખાતરી કરીને તેમના હૃદયના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે પ્રોત્સાહિત કરે છે. બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડ સુગરનું નિયમિત નિરીક્ષણ હૃદય રોગના જોખમને ઘટાડવા માટે નિર્ણાયક છે. જો કોઈ સ્પષ્ટ લક્ષણો ન હોય તો પણ વ્યક્તિઓએ રક્તવાહિની રોગો સામે નિવારક પગલાં તરીકે નિયમિતપણે તેમના બ્લડ પ્રેશર અને બ્લડ સુગરનું સ્તર તપાસતા રહેવું જોઈએ.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ