પાપા કી પરી ડ્રાઈવ કરતાં કરતાં પહોંચી ગઈ એવી જગ્યાએ કે… વીડિયો થયો વાઈરલ

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આ સિવાય ઘણી વખત આજની યુવાપેઢી રિલ્સ બનાવીને ફેમસ થવાના ચક્કરમાં એવા એવા સ્ટન્ટ કરતી હોય છે કે નહીં પૂછો વાત… આજે અમે અહીં તમને આવા જ એક વાઈરલ વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આવો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં….
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બે યુવતીઓ સ્કુટી પર જઈ રહી છે અને ડ્રાઈવ કરતાં કરતાં આ યુવતીઓને સ્કૂટી સીધી ઘરના છાપરા પર લેન્ડ થાય છે, જેને કારણે ઘરના છાપરાને પણ નુકસાન પહોંચે છે. જોકે, તેમ છતાં વાઈરલ વીડિયોમાં યુવતીઓ એકદમ સુરક્ષિત જોવા મળી રહી છે. યુવતીઓને આ રીતે સ્કૂટી સાથે ઘરના છાપરા પર ફસાયેલી જોઈને લોકો પણ તેમની મદદ માટે પહોંચી આવે છે.
સદ્ભાગ્યા આ અકસ્માતમાં બંને યુવતીઓ એકદમ સુરક્ષિત દેખાઈ રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ ઘટના ઈન્ડોનેશિયાની છે અને એક્સિડન્ટ માટે સ્કૂટીની સ્પીડનું કારણ આપવામાં આવી રહ્યું છે. સ્કુટીની સ્પીડ ખૂબ જ ફાસ્ટ હતી અને એટલે યુવતી બ્રેક નહીં લગાવી
શકે જેને કારણે તે સીધી ઘરના છાપરા પર ફસાઈ ગઈ ગઈ હતી.
વીડિયોમાં આગળ એવું પણ જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ આ બંને યુવતીઓને બચાવવા માટે ઘરના છાપરા પર ચડી જાય છે. ઈન્સ્ટાગ્રામ પર sachkadwahai નામની આઈડી પરથી આ અજબ એક્સિડન્ટનો ગજબ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
લોકો આ વીડિયો જોઈને જાત જાતની કમેન્ટ્સ અને રિએક્શન આપી રહ્યા છે. યુઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે યુવતીઓ સ્કુટી ચલાવી રહી હતી કે ઉડાવી હતી.. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો હમણાં જ જોઈ લો…