સ્પેશિયલ ફિચર્સ

ક્રુઝમાં વર્લ્ડ ટુર કરવા માટે મહિલાએ ઘર વેચી બૂક કરી ટિકિટ અને…

વિચારો કે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કર્યું છે, પેકિંગ પણ થઈ ગઈ છે. પરંતુ છેલ્લી ઘડીએ કાં તો ટ્રેન છૂટી જાય કે પછી ફ્લાઈટ ચૂકી જવાય તો કેવું લાગે? દુઃખ થાય ને? પણ જરા વિચારો કે એ માણસમી શું ગત થાય કે જેણે ફરવા માટે પોતાનું ઘર-બાર વેચી દીધું હોય અને છેલ્લી ઘડીએ ટ્રિપ જ કેન્સલ થઈ જાય? આવું થયું છે અમેરિકાની એક મહિલા સાથે. આ મહિલા ક્રુઝ પર ત્રણ વર્ષની વર્લ્ડ ટૂર કરવાના ચક્કરમાં પોતાનું ઘર વેચી દીધું હતું અને હવે છેલ્લી ઘડીએ તેની ટૂર કેન્સલ થઈ ગઈ હતી. પરિણામે તેણે બેઘર થવાનો વારો આવ્યો હતો.

એક સ્થાનિક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર ઓકલેની નિવારી કેરી વિટમેન માર્કેટિંગ એજન્સી ક્લેવર લૂસીની હેડ છે અને તેણે લાઈફ એટ સી ક્રૂઝ સાથે પોતાની ટ્રિપ માટે 32 હજાર ડોલર (આશરે 26 લાખ રૂપિયા) ચૂકવ્યા હતા. પહેલી નવેમ્બરના ઈસ્તંબુલથી ક્રુઝ રવાના થવાની હતી, પરંતુ થોડાક દિવસ પહેલાં જ કંપનીએ એવું કહીને તેને આંચકો આપ્યો હતો કે આ ટૂર હવે 30મી નવેમ્બર સુધી રોકી દેવામાં આવી છે.


આ સાંભળીને વિટમેનની હાલત તો કાપો તો ય લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી, કારણ કે તેણે આ ટ્રિપ માટે પોતાનું આલિશાન ઘર વેચી દીધું છે અને હવે આ પરિસ્થિતિમાં તેને મજબૂરીમાં ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી છે. મહિલા દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર કંપનીએ પોતાની આ લક્ઝરી ટ્રિપમાં એવું વચન આપ્યું હતું કે પ્રવાસીઓને ક્રુઝ પર ત્રણ વર્ષ રહીને 148 દેશ સહિત સાત ટાપુઓના સેંકડો બંદર પર ફરવાનો મોકો મળશે.


મહિલાએ એપ્રિલ, 2022માં આ વર્લ્ડ ટુર માટે પોતાની ટિકિટો બૂક કરી હતા. પહેલો હપ્તો અને ડિપોઝિટ માટે તેણે 26 લાખ રૂપિયાથી વધારે રકમ ભરી હતી. એટલું જ નહીં મહિલાએ પોતાનો ચાર બેડરૂમવાળું ઘર પણ વેચી દીધું હતું આ સિવાય તેણે પોતાની બીજી કેટલીક પ્રોપર્ટી પણ વેચી કાઢી હતી.


હવે કંપનીએ ગયા મહિને એવું કહીને રોડ ટ્રિપ કેન્સલ કરી હતી કે મિડલ ઈસ્ટની અશાંતિને કારણે ઈન્વેસ્ટર્સ પાછળ હટી ગયા છે અને એટલે તે ટ્રિપ માટે ક્રૂઝ બુક નહીં કરી શકે. કંપનીનું એવું કહેવું છે કે ભવિષ્યમાં આવું ના થાય એટલે તેઓ વૈકલ્પિક યોજનાઓ પર કામ કરી રહી છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિટમેન એકલી એવી પીડિત નથી કે જેણે આવું કર્યું હોય. આ સિવાય બીજા પણ કેટલાય એવા પ્રવાસીઓ છે કે જેમણે વન ટાઈમ ઈન લાઈફ એક્સપિરીયન્સ કરવા માટે પોતાનું ઘર કે સામાન વેંચી દીધું હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button