70 લાખ રૂપિયા લઈને શોપિંગ કરના પહોંચી મહિલા અને પછી જે થયું એ…

સામાન્યપણે જ્યારે પણ આપણે શોપિંગ પર જઈએ છીએ ત્યારે વસ્તુઓ જોવામાં અને પસંદગી કરવામાં સમય લાગી જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં દુકાનદાર પર પણ એ વસ્તુનો આધાર રહેલો છે કે તે તમને શું દેખાડે છે અને કઈ રીતે દેખાડે છે. જો એની પદ્ધતિ યોગ્ય નહીં હોય તો શોપિંગ છોડી દો પણ કસ્ટમર કંટાળીને ભાગી જાય છે. આ જ ફેક્ટ સાથે સંકળાયેલો એક મજેદાર કિસ્સો પડોશી દેશ ચીનમાં જોવા મળ્યો છે. આ કિસ્સા વિશે સાંભળશો તો તમે પણ હસવાનું રોકી નહીં શકો.
જ્યારે કોઈ મોટી લક્ઝરી બ્રાન્ડના શોમાં જાવ છો તો ત્યાં તમારું સ્વાગત કરવામાં આવે છે. ખૂબ જ ધીરજથી ત્યાંનો સ્ટાફ તમારી મદદ કરે છે. જોકે, એક મહિલા સલાથે આવું નહીં થયું અને પછી તેણે જે રીતે શોરૂમમાં જઈને બદલો લીધો એ જોઈને દંગ થઈ જશો.
એક રિપોર્ટ અનુસાર એક મહિલાએ એક મોલમાં શોપિંગ કરવા ગઈ અને તેણે સોશિયલ મીડિયા પર પોતાને થયેલો અનુભવ શેર કર્યો. મહિલા એક જાણીતી લક્ઝરી બ્રાન્ડના શોરૂમમાં પહોંચી અને ત્યાંના સ્ટાફ મેમ્બર્સે તેની સાથે સરખી વર્તણૂંક ના કરી. એટલું જ નહીં પણ તે કંઈક નવું જોવા માંગતી હતી તો પણ સ્ટાફે તેને જૂનો સ્ટોક જ દેખાડ્યો. તેણે પાણી માંગ્યુ તો તેને પાણી પણ ના આપવામાં આવ્યું. સ્ટાફ મહિલાને એની સાઈઝના ડ્રેસ દેખાડવામાં પણ ખાસ રસ લીધો નહીં. તેણે આ મામલે બ્રાન્ડના હેડક્વાર્ટરમાં ફરિયાદ કરી, પરંતુ ત્યાં પણ તેની ફરિયાદનો કોઈ નિવેડો આવ્યો નહીં.
એ સમયે તો મહિલા ત્યાંથી નીકળી ગઈ પણ બે મહિના બાદ તે ફરી એ જ સેન્ટરમાં પહોંચી. આ વખતે મબિલા બદલો લેવાના હેતુથી શોરૂમ પહોંચી હતી. તેણે પોતાની બેગમાં 600000 યુઆન એટલે કે 70,53,000 હજાર રૂપિયા રોકડા રાખ્યા. પોતાની આસિસ્ટન્ટ અને મિત્રો સાથે પહોંચેલી મહિલાએ ઘણા ડ્રેસ જોયા અને ખરીદવા માટે સ્ટાફ પાસેથી પૈસા ગણાવ્યા. સ્ટાફને પૂરા બે કલાક લાગ્યા આટલા પૈસા ગણવામાં અને પછી મહિલાએ ડ્રેસ ખરીદવાનો ઈન્કાર કરીને પોતાના પૈસા લઈને જતી રહી. મહિલાની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ ગઈ અને લોકો તેની બદલો લેવાની પેટર્નથી એકદમ ઈમ્પ્રેસ થઈ ગયા હતા.