Viral Video: માઉન્ટેન ક્લાઈમ્બિંગ કરી રહી હતી મહિલા, અચાનક પગ લપસ્યો અને…
માઉન્ટેન ક્લાઈમ્બિંગ એક રોમાંચક અને એડવેન્ચરિયસ સ્પોર્ટ્સ છે અને આ સ્પોર્ટ્સમાં લોકો પહાડ ચઢીને તેના શિખર સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. જોકે, આ કંઈ ખાવાના ખેલ નથી, એમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. એક નાનકડી ભૂલ અને જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને નેટિઝન્સના રૂંવાડા પણ ઊભા થઈ ગયા હતા. એક મહિલા માઉન્ટેન ક્લાઈમ્બિંગ કરતી વખતે નીચે પડવા લાગે છે અને પછી જે થાય છે એ જોઈને તમે પણ ચોંકી ઉઠશો, આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-
આ પણ વાંચો : Decemberમાં છ-સાત નહીં પૂરા આટલા દિવસ રહેશે Bank Holiday…
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા સ્ટીફ ક્લાઈમ્બિંગવાળા માઉન્ટેન પર ચઢવાનો પ્રયાસ કરે છે અને આ પ્રયાસમાં તેનો પગ લપસી જાય છે. ત્યાર બાદ જે દ્રશ્ય જોવા મળે છે એ જોઈને તો તમારું હૃદય ધબકારો ચૂકી જશે. મહિલા ઝડપથી નીચે જવા લાગે છે, પરંતુ જેમ જેમ કરીને તે પર્તક પર એક ખડકને પકડી લે છે.
આ હાઈવોલ્ટેજ થ્રિલિંગ ડ્રામા વચ્ચે એક શખ્સની હીરોની જેમ એન્ટ્રી થાય છે અને તે ખુદ પોતાની જાન જોખમમાં મૂકીને પર્વતથી લટકીને મહિલાને તેના પગને કસીને પકડવા જણાવે છે. ઈન્સ્ટાગ્રામ પર @officaldalov નામની આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. નેટિઝન્સ આ વીડિયોને જોઈને બચાવવા માટે આવેલા દેવદૂતના વખાણ કરતાં નથી થાકી રહ્યા.
આ પણ વાંચો : કેન્દ્ર સરકાર લાવી રહી છે નવું QR કોડવાળું પેન કાર્ડ, જાણો જૂના કાર્ડનું શું થશે?
તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યાર જ જોઈ જોઈ લો. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા અને તેના પર લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે. હકીકતમાં આ વીડિયોમાં જે રીતે શખ્સ મહિલાને બચાવવા માટે આગળ આવે છે એ ખરેખર ખૂબ જ ફિલ્મી લાગે છે, પરંતુ આવું હકીકતમાં બન્યું હતું.