બીચ પર બિયર પીતા પીતા સંતાનને Breastfeeding કરાવી રહી હતી મહિલા અને…
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરો એટલે તે વાઈરલ થઈ જાય છે. આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા નવજાત શિશુને બ્રેસ્ટ ફિડિંગ કરાવતી વખતે બિયર પી રહી છે. આ ફોટો વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર બહેસ શરૂ થઈ ગઈ છે. આવો જોઈએ શું છે આખો મામલો-
આ પણ વાંચો : ભારતનું એ ગામ જ્યાંના લોકોથી ગર્ભવતી થવા વિદેશથી આવે છે મહિલાઓ…
આ મહિલાનું નામ છે ઓલ્ગા વલચિંસ્કા. ઓલ્ગાએ લિંક્ડઈન પર એક ફોટો શેર કર્યો હતો અને આ ફોટોને કારણે જ બબાલ મચી ગઈ છે. આ ફોટોમાં તે એક બીચ પર બેઠી છે અને બિયર પીવાની સાથે સાથે તે પોતાના નવજાતશિશુને બ્રેસ્ટફિડિંગ કરાવી રહી છે. ઓલ્ગાએ જણાવ્યું હતું કે આ ફોટો 10- વર્ષ પહેલાં થાઈલેન્ડમાં કરવામાં આવ્યો હતો. આ ફોટો તેણે લિંક્ડઈન પર એટલે પોસ્ટ કર્યો હતો કારણ કે તે પહેલી વખત બાળક સાથે વેકેશન પર જઈ રહી હતી.
ઓલ્ગાએ આગળ જણાવ્યું હતું કે છેલ્લાં 12 વર્ષમાં તેણે 18 મહિના ગર્ભાવસ્તામાં અને 71 મહિના બાળકોને બ્રેસ્ટ ફિડિંગમાં પસાર કર્યા છે. આ ફેબ્રુઆરીમાં તે પહેલી જ વખત સોલો ટ્રીપ પર જઈ રહી છે અને તે આ વખતે પોતાના જીવન પર પુસ્તક લખવાની યોજના બનાવી રહી છે. ઓલ્ગાના આ ફોટોએ રેડિટ પર તહેલકો મચાવી દીધો હતો અને તેને 5000થી વધુ અપવોટ મળી રહ્યો છે.
કેટલાક લોકોએ આ ફોટોને બેજવાબદાર ગણાવતાં કહ્યું હતું કે બ્રેસ્ડ ફિડિંગ કરાવતી વખતે દારૂનુ સેવન કરવું બાળક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વળી કેટલાક લોકોએ ઓલ્ગાનો બચાવ કરતાં લખ્યું હતું દારૂની અસર તરત જ દૂધ પર નથી જોવા મળતી, એટલે આ સુરક્ષિત હોઈ શકે છે.
આ પણ વાંચો : viral video: કીડીઓએ સાથે મળી બનાવ્યો બ્રિજઃ ટીમ વર્કની આનાથી મોટી પ્રેરણા કઈ હોઈ શકે?
એક રેડિટ યુઝરે આ વીડિયો પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે જે લોકો બાળકોની દેખભાળ કરવાનું નથી જાળણતું એમને આ જોખમી લાગી શકે છે, પરંતુ આ મહિલાએ દારૂ પીવા માટે સારો સમય પસંદ કર્યો છે, પરંતુ લિંક્ડઈન પર પોસ્ટ કરવું થોડું વિચિત્ર છે.એક અન્ય યુઝરે લખ્યું કે બ્રેસ્ટ ફિડિંગને સામાન્ય બનાવવું જરૂરી છે, પરંતુ લિંક્ડઈન પર આવો ફોટો પોસ્ટ કરવું બિલકુલ અયોગ્ય નથી. આ માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યોગ્ય પ્લેટફોર્મ છે.