સ્પેશિયલ ફિચર્સ

શિયાળામાં કયા સમયે કરવું જોઈએ વૉકિંગ? કઈ બાબતોનું રાખશો ધ્યાન…

Winter Health Tips: ચાલવું શરીર માટે ફાયદાકારક છે, જેનાથી માંસપેશી, હાડકાં અને હાર્ટને મજબૂતી મળે છે. ઉપરાંત માનસિક સ્વાસ્થ્યમાં પણ સારું રહે છે. તેથી એક્સપર્ટ પણ દરરોજ ચાલવાની સલાહ આપે છે. વૉકિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે પરંતુ શિયાળાના સમયમાં ચાલવા જતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો : લીંબુ કરતાં પણ વધારે ગુણકારી છે તેની છાલ, જાણો તેને ખાવાની રીત પણ

Credit : 1mg

શિયાળામાં ક્યારે વૉક કરવું

શિયાળાની મોસમમાં સવારે ઉઠવું અને વૉક પર જવું થોડું કષ્ટભર્યું હોય છે. શિયાળામાં ચાલવા જવાનો શ્રેષ્ઠ સમય સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીનો છે. આ દરમિયાન પ્રકાશ સારો હોય છે, જેનાથી તમને પૂરતી માત્રામાં વિટામિન ડી પણ મળે છે.

શિયાળામાં વૉક કરવા જતી વખતે ગરમ કપડાં પહેરીને જવું જોઈએ. હાથ મોજા, ટોપી પહેરવી જોઈએ. તેમજ બોડીને ડીહાઈડ્રેટ રાખવું જોઈએ.

જો વધારે ઠંડી હોય તો ચાલવા ન જાવ, તેનાથી શ્વાસ સંબંધિત સમસ્યા થઈ શકે છે. જે લોકો અસ્થમાના દર્દી હોય તેમણે ખાસ રીતે બચવું જોઈએ. શિયાળામાં ઈન્ડોર વ્યાયામ કરવો વધારે શ્રેષ્ઠ છે.

શિયાળામાં વાતાવરણ શુષ્ક હોય છે. જેથી શરીરમાં ઘણી વખત આળસનો અનુભવ થાય છે. વૉકિંગ કરવાથી શરીરમાં એનર્જી આવે છે. વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

વૉકિંગ કરવાથી તણાવ દૂર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે.

શિયાળામાં સવારે હાર્ટએટેક થવાનું જોમખ વધારે હોય છે. સવારે ઠંડી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ધરાવતાં લોકોને પ્રભાવિત કરી શકે છે. જે લોકોને હાઈ બીપી, ડાયાબિટીસની સમસ્યા હોય તો સવારે વૉકિંગ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ.

એક્સપર્ટ મુજબ, આવી બીમારી ધરાવતાં વ્યક્તિએ વૉકિંગ ટાળવું જોઈએ.

નોંધઃ અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે, કોઈપણ માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button