વિન્ડોઝ યુઝર્સ થઈ જાવ એલર્ટ, ડેટા પર સાયબર એટેકનો ખતરો

નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટ યુઝર્સ માટે કામના સમાચાર છે. જો તમે લેપટોપ, ડેસ્કટોપ કે ઓફિસ સિસ્ટમમાં માઇક્રોસોફ્ડ પ્રોડ્કટનો ઉપયોગ કરતાં હો તો સાવધાન થઈ જવાની જરૂર છે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય અંતર્ગત કામ કરતી સાયબર સુરક્ષા એજન્સીએ માઈક્રોસોફ્ટ યુઝર્સ માટે હાઈ સેવેરિટી ચેતવણી જાહેર કરી છે. જેમાં વિન્ડોઝ, ઓફિસ, એઝ્યોર જવા અગ્રણી સોફ્ટવેર સામેલ છે.
અહેવાલ અનુસાર, માઈક્રોસોફ્ટની અનેક પ્રોડ્ક્ટ્સમાં ગંભીર ખામી મળી આવી છે. જેના કારણે યૂઝર્સને ડેટા ચોરી, રેંસમવેર અટેક તથા સિસ્ટમ ક્રેશ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ખતરો માત્ર વિન્ડોઝ કમ્પ્યૂટર સુધી જ મર્યાદીત નથી પરંતુ જેમાં માઈક્રોસોફ્ટની સર્વિસ શરૂ હોય તે તમામ ડિવાઈસને પણ પ્રભાવિત કરી શકે છે.
માઈક્રોસોફ્ટની કઈ પ્રોડક્ટ પર પડી શકે છે અસર
Microsoft Windows (જૂના વર્ઝન જેમાં એક્સટેંડેટ સિક્યોરિટી અપડેટ્સ મળતા હોય)
Microsoft Office (જેમકે Word, Excel, PowerPoint વગેરે)
Microsoft Azure
Microsoft Apps
Microsoft Developer Tools
Microsoft Dynamics
Microsoft System Center
આ તમામ સર્વિસનો વ્યાપ એટલો વધારે છે કે ખતરો વ્યક્તિગત કમ્પ્યૂચરથી લઈ મોટી ઓફિસ સિસ્ટમ અને ક્લાઉડ પ્લેટફોર્મ સુધી ફેલાયેલો છે.
રિપોર્ટ મુજબ આ ખામીઓ સાયબર અપરાધીઓને ઘણા કાર્યો કરવાની છૂટ આપે છે, જેમાં તમારા સિસ્ટમમાં દૂરથી કોડ ચલાવવો, એડમિન જેવા અધિકારો મેળવવા, સંવેદનશીલ માહિતી ચોરવી, સુરક્ષા વ્યવસ્થાને બાયપાસ કરવી, નકલી ઓળખથી સિસ્ટમમાં ઘૂસણખોરી કરવી, ડિવાઇસ અથવા સિસ્ટમને સંપૂર્ણપણે બંધ કરી દેવી સામેલ છે. આ નબળાઈઓ તમારા ડેટાને લીક કરવાની સાથે સાથે તમારી સિસ્ટમને પણ ઠપ્પ કરી શકે છે.
આપણ વાંચો: આ છે દુનિયાના સૌથી નબળા ATM PIN ની યાદી, જોઈ લો તમારું પિન તો નથી ને આ યાદીમાં…
કોના પર છે ખતરો?
દરેક વ્યક્તિ કે સંસ્થા જે વિન્ડોઝ, ઓફિસ અથવા માઈક્રોસોફ્ટની કોઈપણ સેવાનો ઉપયોગ કરી રહી છે, તે આ ખતરાથી પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને આઈટી એડમિન અને સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ ને તરત જ કાર્યવાહી કરવી જોઈએ કારણ કે તેઓ સૌથી પહેલા નિશાન બની શકે છે.
સાયબર એટેકથી બચવા કરવું જોઈએ?
તમામ યુઝર્સે માઈક્રોસોફ્ટનાના લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ્સ ઇન્સ્ટોલ કરવા જોઈએ.
સિસ્ટમ અપડેટ કરો: Settings માં જઈને Windows Update સેક્શન ખોલો અને તમામ ઉપલબ્ધ અપડેટ્સ ઇન્સ્ટોલ કરો.
ઓટો અપડેટ ઓન રાખો: Microsoft પ્રોડક્ટ્સની સેટિંગ્સમાં જઈને ઓટોમેટિક અપડેટ્સની સુવિધા ચાલુ રાખો.
સિસ્ટમ રીસ્ટાર્ટ કરો: અપડેટ પછી ડિવાઇસને રીસ્ટાર્ટ કરો જેથી ફેરફારો પ્રભાવી થાય.
શંકાસ્પદ લિંકથી બચો: અજાણ્યા ઈમેલ અથવા લિંક પર ક્લિક કરવાનું ટાળો.
એન્ટિવાયરસ અપડેટ રાખો: તમારા એન્ટિવાયરસ અને માલવેર પ્રોટેક્શન સોફ્ટવેર ને પણ લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખો.