પૂરતી ઊંઘ અને આરામ કર્યા પછી પણ સતત થાક કેમ અનુભવાય છે? આ કારણો છે જવાબદાર…

આજકાલની ભાગદોડભરી અને સ્ટ્રેસફૂલથી લાઈફને કારણે સ્ટ્રેસ અને મેન્ટલ સ્ટ્રેસનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને એને કારણે ઘણી વખત એકદમ થાકેલાં થાકેલાં હોય એવું લાગે છે. સતત અનુભવાતી આ ટાયર્ડનેસને કારણે આપણે મેન્ટલી ડ્રેઈન્ડ કે ફ્રસ્ટ્રેટેડ ફીલ કરીએ છીએ. આજે આપણે જાણીશું કે કઈ રીતે પૂરતો આરામ કર્યા બાદ પણ થાક અનુભવાય છે.
પૂરતી ઉંઘ, પૂરતો, આરામ કર્યો હોવા છતાં પણ આપણામાંથી અનેક લોકો થાકેલાં હોય એવો અનુભવ થાય છે. આવું થવાનું એક કારણ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ તો છે જ અને ડોક્ટર્સ પણ પૂરતો આરામ અને ઊંઘ લેવાની સલાહ આપે છે. પરંતુ ખાસ કંઈ કામ નથી આવતું. આવું થવા માટે અનેક કારણો જવાબદાર હોય છે, જેના વિશે આજે આપણે અહીં આ સ્ટોરીમાં વાત કરીશું.
આયરન અને હિમોગ્લોબિનની કમી
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર હેલ્ધી બોડી માટે બેલેન્સ ડાયેટ ખૂબ જ જરૂરી છે અને એટલે આપણે સમય પર ખાવાનું ખાવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશિયન્સ લેવા જોઈએ. આવું કરવાથી આપણી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને બોડીમાં એનર્જી લેવલ પણ મેઈન્ટેન રહે છે. જ્યારે આપણા બોડીમાં આયરનની કમી થાય છે કે પછી હિમોગ્લોબિન પણ ઓછું બને છે, સેલ્સ સુધી ઓક્સિજન યોગ્ય રીતે નથી પહોંચતું આવી સ્થિતિમાં આપણને સતત થાક લાગે છે.
ડિહાઈડ્રેશન પણ છે એક કારણ
જ્યારે શરીરની એનર્જી ખતમ થઈ જાય છે ત્યારે આપણને થાક લાગે છે અને એનું મોટું કારણ ડિહાડ્રેશન પણ છે. એક્સ્પર્ટ્સના જણાવ્યા અનુસાર પાણી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની મૂવમેન્ટ સહિત બ્લડ સર્ક્યુલેશન માટે પણ ખૂબ જ જરૂરી છે. ડિહાઈડ્રેશનને કારણે થાક અને માથામાં દુઃખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.
સ્ટ્રેસ પણ થકવી નાખે છે બોડીને
થાક અને ચિડચિડિયાપણાનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ છે. સ્ટ્રેસ ઈનડાયરેક્ટલી આપણા બોડી ફંક્શનને ડિસ્ટ્રપ્ટ કરે છે. જેને કારણે માત્ર બોડી જ નહીં પણ તમારું માઈન્ડ પણ એન્ઝાઈટી અને ડિપ્રેશનનો અનુભવ કરે છે. આવું થવાથી બોડી હાઈ અલર્ટ પર જતી રહી છે અને ઉંઘમાં કમી આવે છે અને આપણને ફ્રેશ નથી ફીલ થતું.
બ્લ્યુ લાઈટ રેની પણ ખરાબ અસર પડે છે
આજના સમયમાં આપણે બધાં જ ઓફિસમાં લેપટોપ, કોમ્પ્યુટર સહિત વિવિધ ગેજેટ્સ પર કામ કરીએ છીએ. આ સિવાય આપણે મોબાઈલ ફોનનો પણ ખાસ્સો એવો ઉપયોગ કરીએ છીએ. આવી સ્થિતિમાં બ્લ્યુ લાઈટ પણ મગજને રેસ્ટલેસ બનાવી દે છે. આ લાઈટ મગજને એવા સિગ્નલ આપે છે કે હવે દિવસ થવાનો છે, આ કારણે બ્રેન મેલાટોનિન પ્રોડક્શનને ઘટાડી દે છે જેને કારણે આપણને સરખી ઊંઘ નથી આવતી અને મગજ એક્ટિવ મોડમાં જ રહે છે.



