શા માટે 21મી નવેમ્બરના રોજ ‘વર્લ્ડ ટેલિવિઝન ડે’ ઉજવાય છે? ઈતિહાસ જાણી લો…

આપણા રોજબરોજના જીવનમાં ટીવીએ દુનિયાને જોવાનો નજરિયો જ બદલી નાખ્યો છે. ટીવી એ માત્ર એક બોક્સ નહીં પણ એક બારી હતી જે બહારની દુનિયા સાથે તમને કનેક્ટેડ રાખતી હતી. હવે તમને થશે કે આજે કેમ અચાનક ટીવીની વાતો થઈ રહી છે, તો તમારી જાણ માટે કે આજે વર્લ્ડ ટેલિવિઝન ડે છે. આઈ નો આઈ હવે તમને થશેકે આજે તો ટીવીનો હેપ્પીવાળો બર્થડે નથી તો આજે 21મી નવેમ્બરના કેમ વર્લ્ડ ટેલિવિઝન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે? ચાલો તમને આ પાછળની ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી જણાવીએ…
એક સમયે આ ટીવી એન્ટરટેઈન્ટમેન્ટ અને ઈન્ફોર્મેશન ગેધરિંગનું ટ્રસ્ટવર્ધી માધ્યમ હતું, પરંતુ સમય બદલાયો અને મોબાઈલ અને ઈન્ટરનેટ એ માધ્યમની જગ્યા લીધી પરંતુ ટીવીની પકડ આજે પણ એટલી જ મજબૂત છે, જેટલી પહેલાં હતી. 21મી નવેમ્બરનો દિવસ લોકોને એ યાદ અપાવે છે કે એક સ્ક્રીન આજે પણ લોકોને જોડી રાખવાનું કામ કરે છે. સમાજને સાચો રસ્તો દેખાડવાની સાથે સાથે લોકોને સત્ય સુધી પણ લઈ જાય છે. આ જ કારણ છે કે આજે વર્લ્ડ ટેલિવિઝન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે.
યુનાઈટેડ નેશન્સ દ્વારા 1996માં પહેલી વખત વિશ્વ ટેલિવિઝન ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંચ પર પત્રકાર, નેતા, નીતિ નિર્માતા અને દુનિયાના મીડિયા એક્સપર્ટ્સ એક સાથે બેઠા અને એક મહત્ત્વનો સવાલ પૂછવામાં આવ્યો. એ સમયમાં ટીવી સૌથી પ્રભાવશાળી પ્રસાર માધ્યમ હતું.
મોબાઈલ અને ઈન્ટરનેટની શરૂઆત જ હતી અને ટીવી એ માધ્યમ હતું કે જેણે લોકોને દુનિયાભરના લોકોને જોડી રાખ્યા છે. આ જ કારણે યુએન દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે ટીવી એ માત્ર મનોરંજન નહીં પણ વૈશ્વિક સંવાદનો એક સેતુ છે અને આ જ કારણે 21મી નવેમ્બરના સત્તાવાર રીતે વર્લ્ડ ટેલિવિઝન ડેની જાહેરાત કરવામાં આવી.
ટીવીએ એ તમામ કામ કર્યા જે કોઈ બીજું માધ્યમ નહીં કરી શક્યું જેમ કે યુદ્ધના સમયમાં યુદ્ધના મેદાન પરથી લાઈવ દ્રશ્યો દેખાડ્યા, પાર્લિયામેન્ટની દલીલો લોકો સુધી ઘરે પહોંચાડી, સ્પેશન મિશનનું લાઈવ સ્ટ્રિમિંગ સહિત, લોકતંત્ર, અવેરનેસ અને એજ્યુકેશનને એક નવી દિશા આપી. આવી સ્થિતિમાં લોકોએ પહેલી વખત સાંભળ્યું નહીં જોયું પણ ખરું.
વર્લ્ડ ટેલિવિઝન ડે કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે એની વાત કરીએ તો એનો ઉદ્દેશ ખૂબ જ સરળ છે, પણ તેનું ઉંડાણ ખૂબ જ વધારે છે કારણ કે ટીવી આજે પણ પ્રસારનું એક સશક્ત માધ્યમ છે. તે લોકોને જોડવાની સાથે સાથે સમાજને એક સાચી દિશા પણ આપે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો…
આપણ વાંચો: જ્યાં દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે અને ખંડિત થઈ જાય છે! જાણો મંદિર’ના અનોખા રહસ્ય વિશે…



