પબ્લિક ટોઈલેટની બહાર WC કેમ લખવામાં આવે છે? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ…

આપણામાંથી અનેક લોકોએ જાહેર સ્થળોએ પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કર્યો જ હશે, હવે જ્યારે તમે જાહેર સ્થળોએ ટોઈલેટનો ઉપયોગ કર્યો હશે તો તમને ખ્યાલ હશે કે વોશરૂમના ગેટ પર અંગ્રેજીમાં ડબ્લ્યુસી (WC) લખેલું હોય. હવે તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે આ બે ઈંગ્લિશ આલ્ફાબેટ વોશરૂમના ગેટ પર કેમ લખેલા હોય છે? ચાલો આજે તમને આ પાછળનું કારણ જણાવીએ-
શોપિંગ મોલ હોય કે થિયેટર જેવી પબ્લિક પ્લેસમાં મહિલાઓ અને પુરુષો માટેના ટોઈલેટની બહાર સાઈન લગાવવામાં આવે છે અને આ તેની સાથે સાથે અંગ્રેજીમાં ડબ્લ્યુસી લખેલું હોય છે. તમારી જાણ માટે કે ટોઈલેટ માટે બાથરૂમ, વોશરૂમ કે રેસ્ટરૂમ જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: Public Toilet ના દરવાજા નીચેની બાજુએથી કેમ ખુલ્લા હોય છે? કારણ જાણશો તો ચોંકી ઉઠશો…
હવે તમે વિચારી રહ્યા હશો કે ડબ્લ્યુસીનો આ બધાથી શું અર્થ થાય છે એની તો ચાલો તમને આ વિશે જણાવીએ. અહીંયા તમારી જાણ માટે કે ડબ્લ્યુસીનું ફૂલ ફોર્મ તો તેનો અર્થ થાય છે વોટર ક્લોસેટ એટલે પાણીથી ભરેલું શૌચાલય કે બાથરૂમ.
ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 1900ના દાયકામાં વોશરૂમને વોટર ક્લોસેટ કહેવામાં આવતું હતું અને ત્યાર બાદમાં બાથરૂમ જેવા શબ્દો ચલણમાં આવ્યા. અહીંયા તમારી જાણ માટે કે વોશરૂમની બહાર ડબ્લ્યુસી લખવાની પરંપરા યુરોપથી આવી છે. વોટર ક્લોસેટ એક અંગ્રેજી શબ્દ છે અને એનો અર્થ થાય છે કે એક નાનકડો ઓરડો, જેમાં ફલશ સિસ્ટમવાળું ટોઈલેટ હોય.
આ પણ વાંચો: 90 ટકા લોકો કરે છે ફ્લશ ટેન્કના બંને બટનનો ખોટી રીતે ઉપયોગ, આજે જ જાણી લો નહીંતર…
સમયની સાથે પરિવર્તન આવ્યું અને વોશરૂમના શોર્ટ ફોર્મ તરીકે એને ડબ્લ્યુસી એવું નામ આપવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશમાં અનેક ઠેકાણે આજે પણ પબ્લિક ટોયલેટ્સના ગેટ પર વોટર ક્લોસેટ લખવામાં આવે છે.
ચોંકી ઉઠ્યા ને? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.