Keyboardમાં સ્પેસ બારની કી મોટી કેમ હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

Keyboardમાં સ્પેસ બારની કી મોટી કેમ હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ…

આપણામાંથી મોટાભાગના લોકો દિવસના કલાકોના કલાકો કોમ્પ્યુટર કે લેપટોપના કીબોર્ડ પર કામ કરતાં કરતાં પસાર કરીએ છીએ. હવે જો તમે કીબોર્ડને ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે તમામ કી વચ્ચે સ્પેસ બારની કી સૌથી વધુ મોટી હોય છે. હવે તમને એવો સવાલ ક્યારેય થયો છે ખરો કે આખરે આવું કેમ? આ પાછળ શું કારણ જવાબદાર હશે? ચાલો આજે તમને આ સ્ટોરી વિશે જણાવીએ-

લેપટોપ કે કોમ્પ્યુટરના કી-બોર્ડમાં હંમેશા સ્પેસ બારની કી મોટી હોય છે. જો તમે એવું માનતા હોવ કે આ માટે કી-બોર્ડની ડિઝાઈન જવાબદાર છે તો એવું જરાય નથી. આવું કરવા પાછળનું કારણ અને હેતુ સાવ અલગ છે.

આ પણ વાંચો:  ઇ-ટેક્નોલોજીનો આજનો યુગ

આખા કી-બોર્ડમાં સ્પેસ બારને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે ટાઈપિંગ સરળ, ઝડપી અને આરામદાયક બની જાય. તમે અંગ્રેજી, હિંદી, ગુજરાતી, મરાઠી કે કોઈ બીજી ભાષામાં પણ ટાઈપ કરો છો તો તમારા આ ટાઈપિંગને સ્પેસ બાર વધારે સારું તેમ જ આરામદાયક બનાવે છે.

સ્પેસ બારના હેતુ વિશે વાત કરીએ તો સ્પેસ બારનું કામ બે શબ્દો વચ્ચે જગ્યા આપવાનો છે. જ્યારે પણ તમે કોઈ બે શબ્દ ટાઈપ કરો છો તો તેમના વચ્ચે સ્પેસ આપવી પડે છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર કી-બોર્ડ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કી સ્પેસ બાર જ છે. આ જ કારણસર તેને મોટી બનાવવામાં આવી છે જેથી યુઝર્સને ટાઈપિંગ સમયે સરળતા રહે અને તેની ભૂલો ઓછી થાય. આ ડિઝાઈન સુવિધાની સાથે સાથે ટાઈપિંગ સ્પીડ વધારવામાં પણ મદદરૂપ થાય છે.

આ પણ વાંચો: T-શર્ટમાં ‘T’નો અર્થ શું થાય છે? 99 ટકા લોકોને ખબર નથી આ સવાલનો જવાબ…

સ્પેસ બારની લંબાઈ અને પહોળાઈ એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે હંમેશા અંગૂઠાની પહોંચમાં રહે. પછી ભલે તમે એક હાથથી ટાઈપ કરતાં હોવ કે મોબાઈલ પર ટાઈપ કરતાં હોવ. લાંબા લાંબા આર્ટિકલ્સ લખતી વખતે સ્પેસ બાર લાંબી હોવાથી ખૂબ જ મદદ મળે છે. મોબાઈલના કી-બોર્ડમાં પણ આવું જ જોવા મળે છે.

હવે જ્યારે કોઈ પૂછે કે કી-બોર્ડમાં સ્પેસ બારની કી આટલી મોટી કેમ હોય છે તો તેમને આ કારણો જણાવી દેજો. છે ને એકદમ અનોખી સ્ટોરી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button