આકાશનો રંગ વાદળી જ કેમ હોય છે? લાલ, પીળો કે લીલો કેમ નહીં? આ પાછળનું કારણ છે ખૂબ જ રસપ્રદ…

જ્યારે પ્રદૂષણ, ધુમ્મસનું લેયર ના હોય ત્યારે આકાશ તરફ જોશો તો હંમેશા તે બ્લ્યુ રંગનું જ દેખાય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આકાશ હંમેશા બ્લ્યુ જ કેમ હોય છે, લાલ, લીલો, પીળો કે બીજો કોઈ કલર કેમ નહીં? આ સવાલ સાંભળવામાં જેટલો સરળ લાગે છે એટલો જ રસપ્રદ પણ છે અને આ સવાલનો જવાબ. ચાલો તમને આજે આ પાછળનું કારણ જણાવીએ.
શું છે આકાશનો સાચો કલર?

આકાશનો કલર બ્લ્યુ જ કેમ હોય છે અને બીજો કલરે કેમ નહીં તો આ સવાલનો જવાબ છુપાયેલો છે આરપણી આસપાસની હવામાં. વાત જાણે એમ છે કે સૂર્યનો પ્રકાશ જોવામાં ભલે સફેદ દેખાતો હોય પરંતુ હકીકતમાં તો તે સાત રંગનો એટલે કે જાંબુલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગ અને લાલ રંગ મળીને બને છે. જ્યારે આ પ્રકાશ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશે છે ત્યારે હવામાં રહેલો ગેસ અને રજકણો સાથે ટકરાય છે.
આપણ વાચો: મેટ્રો-સેવન સાઈટ પર વાયુ પ્રદૂષણના નિયમનું ઉલ્લંઘન
વૈજ્ઞાનિક છે આ પાછળનું કારણ

લીલા રંગનો પ્રકાશની પોતાની એક વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ હોય છે. બ્લ્યુ રંગની તરંગ સૌથ નાની હોય છે એટલે વાયુમંડળમાં રહેલા ઓક્સિજન અને નાઈટ્રોજનના અણુ એને સૌથી વધારે ફેલાવે છે.આ જ કારણ છે કે દિવસના સમયે તમે જ્યારે પણ આકાશમાં જુઓ છો ત્યારે તે બ્લ્યુ રંગનો જ દેખાય છે. વૈજ્ઞાનિક ભાષામાં આને રેલે સ્કેટરિંગ તરીકે ઓળખવામાં આવે છે.
સૂર્યોદર અને સૂર્યાસ્ત સમયે કેમ લાલ થઈ જાય છે આકાશ

સવાર અને સાંજના સમયે સૂર્ય જ્યારે ક્ષિતિજ એટલે કે પૃથ્નીની કિનારી પાસે હોય છે ત્યારે એ સમયે પ્રકાશને હવાની વચ્ચે લાંબું અંતર કાપવું પડે છે. આ સફરમાં બ્લ્યુ અને જાંબુળી પ્રકાશ સંપૂર્ણપણે ફેલાઈ જાય છે અને માત્ર લાલ અને નારંગી કલરના કિરણ બચી જાય છે. આ જ કારણ કે છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશમાં લાલિમા જોવા મળે છે.
આપણ વાચો: વાયુ પ્રદૂષણ ફેલાવનારી કન્સ્ટ્રકશન સાઈટ પર હવે ચાંપતી નજર પાલિકાની સ્પેશિયલ સ્કવોડ સક્રિય
આકાશનો કલરનો આધાર છે હવા અને વાતાવરણ પર

પૃથ્વી પર આકાશ ભલે બ્લ્યુ કલરનો છે, પણ દરેક ગ્રહનો આકાશ એક સમાન નથી હોતો. મંગળ ગ્રહના આકાશની વાત કરીએ તો ત્યાંનું આકાશ ધૂળને કારણે થોડો કેસરિયો લાગે છે જ્યારે શુક્ર પર વાદળા અને કાર્બનડાયોક્સાઈડના લેયરને કારણે આકાશ પીળાશ પડતો દેખાય છે. ટૂંકમાં કહીએ તો દરેક ગ્રહનો આકાશનો રંગ ત્યાંની હવા અને વાતાવરણ પણ નિર્ભર કરે છે.
આકાશનો બ્લ્યુ રંગને તો આપણે રોજ જોઈએ છીએ પણ તેની પાછળનું વિજ્ઞાન ગાઢ અને સુંદર છે. આ રંગ આપણને પ્રકૃત્તિની સુંદરતા તો દેખાડે છે પણ એની સાથે સાથે જ એ પણ શિખવે છે કે કઈ રીતે નાના નાના તરંગો અને અદ્રશ્ય કણ મળીને કેટલા મોટા ચમત્કાર રચે છે.
છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



