રેલ્વે સ્ટેશનના બોર્ડ પીળા જ કેમ હોય છે? 99 ટકા લોકોને નથી ખબર, જાણો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ…

ભારતીય રેલવે એ માત્ર એક પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નથી, પણ ભારતીયો માટે લાઈફલાઈન છે. ભારતીય રેલવેએ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહેવાતું રેલવે નેટવર્ક છે. ટ્રેનની મુસાફરી દરમિયાન આપણે અનેક સ્ટેશનો પરથી પસાર થઈએ છીએ અને જો તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે કે રેલવે સ્ટેશન પર પીળા રંગના બોર્ડ પર સ્ટેશનનું નામ લખવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક રેલ્વે સ્ટેશન પર નામનું બોર્ડ હંમેશા પીળા રંગનું જ કેમ હોય છે? ડોન્ટ વરી, ના વિચાર્યું હોય તો પણ આજે અમે અહીં તમને આ વિશે જણાવીશું…
રેલવે સ્ટેશન પર જોવા મળતાં પીળા રંગના બોર્ડ પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. રેલવે દ્વારા સ્ટેશનનું નામ લખવા માટે પીળા રંગની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવી છે. આજે આપણે આ સ્ટોરીમાં આ પાછળનું સાયન્સ સમજવાનો પ્રયાસ કરીશું.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, લાલ રંગ પછી પીળો રંગ જ એવો છે જેને માણસની આંખ સૌથી દૂરથી અને ઝડપથી ઓળખી શકે છે. જ્યારે ટ્રેન ફૂલ ઝડપે પ્લેટફોર્મ પર પ્રવેશતી હોય, ત્યારે પાયલટ પાસે સ્ટેશન ઓળખવા માટે માત્ર ગણતરીની સેકન્ડો હોય છે. પીળા બેકગ્રાઉન્ડ પર કાળા અક્ષરો સૌથી વધુ કોન્ટ્રાસ્ટ આપે છે, અને એને કારણે ટ્રેન સ્પીડમાં હોવા છતાં પણ રેલવે સ્ટેશનનું નામ વાંચવામાં સરળતા રહે છે.
રેલવે સ્ટેશન પર પીળા રંગના નામના બોર્ડ પાછળ ભારતની મૌસમી પરિસ્થિતિ પણ જવાબદાર છે. ભારતમાં શિયાળામાં ગાઢ ધુમ્મસની સમસ્યા રહે છે, આવી સ્થિતિમાં સફેદ કે અન્ય લાઈટ રંગ ધુમ્મસમાં દબાઈ જાય છે, પરંતુ પીળો રંગ ધુમ્મસને ચીરીને પણ ઉભરી આવે છે. રાત્રિના સમયે સ્ટેશનની લાઈટોમાં પણ પીળો રંગ સૌથી વધુ ચમકે છે, જેનાથી અંધારામાં પણ સ્ટેશનની ઓળખ સરળ બને છે.
રેલવે સ્ટેશન પર જોવા મળતાં આ બોર્ડ માત્ર પ્રવાસીઓ માટે જ નથી હોતા, પણ ટ્રેનના સ્ટાફને પણ મહત્વના સંકેત છે. જો લોકો પાયલટ સ્ટેશનને સમયસર ઓળખી લે, તો બ્રેક મારવી, ટ્રેનને નિર્ધારિત જગ્યાએ ઉભી રાખવી અને સિગ્નલ મુજબ નિર્ણયો લેવા સરળ બને છે. જો બોર્ડ સ્પષ્ટ ન દેખાય, તો ટ્રેન ઓપરેશનમાં મોટી ભૂલ થવાની શક્યતા વધી જાય છે.
અહીંયા તમારી જાણકારી માટે કે ભારતીય રેલવેનો પાયો બ્રિટિશ શાસન દરમિયાન નંખાયો હતો અને એ સમયે પણ દ્રશ્યતા અને એકરૂપતા જાળવી રાખવા માટે પીળા રંગને પ્રમાણભૂત (Standard) માનવામાં આવ્યો હતો. આઝાદી પછી પણ આ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી કારણ કે તે વ્યવહારિક રીતે અત્યંત સફળ સાબિત થઈ હતી.
છે ને એકદમ અનોખી પણ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…



