ફ્લાઇટ ટેક ઑફ અને લેન્ડિંગ વખતે વિન્ડો શેડ્સ કેમ ખોલવામાં આવે છે? સુરક્ષા સાથે જોડાયેલું છે કારણ…

આપણામાંથી અનેક લોકોએ પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક તો હવાઈ મુસાફરી કરી જ હશે અને જો તમે પણ એક વાત નોંધી હશે તો ફ્લાઈટ ટેક ઓફ કરે કે લેન્ડ કરે ત્યારે ફ્લાઈટ અટેન્ડન્ટ પ્લેનની શેડ્સ ખોલવા જણાવે છે, પરંતુ શું તમને આવું કરવા પાછળનું કારણ ખબર છે?
હવે તમને એવું લાગશે કે આવું કરવા પાછળનું કારણ એવું છે કે જેથી પ્રવાસીઓને આસપાસના સુંદર નજારા જોવા મળે. જો તમે પણ એવું વિચારતા હોવ તો આવું જરાય નથી. વિન્ડો શેડ્સ ખોલાવવા પાછળનું કારણ પ્રવાસીઓની સુરક્ષા સાથે સંકળાયેલું છે. ચાલો તમને આજે આ પાછળનું કારણ જણાવીએ-
ફ્લાઈટ ટેક ઓફ કરે કે લેન્ડિંગ કરે ત્યારે ફ્લાઈટ અટેન્ડન્ટ દ્વારા હંમેશા પ્રવાસીઓને વિન્ડો શેડ્સ ખોલવાનું જણાવવામાં આવે છે. આવું કરવા પાછળ પ્રવાસીઓની સુરક્ષાની સાથે સાથે અલગ અલગ કારણો જવાબદાર છે. જેના વિશે આપણે અહીં વાત કરીશું.

ઈમર્જન્સી સિચ્યુએશન માટે તૈયાર
ટેક ઓફ અને લેન્ડિંગ સમયે વિન્ડો શેડ્સ ખુલા રાખવાના કારણની વાત કરીએ તો ટેક ઓફ ઈન્ લેન્ડિંગ ટાઈમ સૌથી જોખમી હોય છે. જો કોઈ એક્સિડન્ટ કે ઈમર્જન્સીમાં પ્લેનને લેન્ડિંગ કરવી પડે તો એવી સ્થિતિમાં મદદ મળી રહી છે. શેડ્સ ખુલ્લા હોવાને કારણે ક્રુ મેમ્બર્સ અને પ્રવાસીઓ બહાર જોઈ શકે છે અને પરિસ્થિતિનો તાગ મેળવી શકે છે અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળે છે.
બહારની વિઝિબિલિટી માટે છે મહત્ત્વનું
ટેક ઓફ અને લેન્ડિંગ સમયે રેસ્ક્યુ ક્રુને વિમાનની અંદરની પરિસ્થિતિનો તાગ મેળવવામાં મદદ મળે એટલે પણ વિન્ડો શેડ્સ ખુલ્લા રાખવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આવું કરવાથી પ્રવાસીઓની સ્થિતિ અને અંદર કેટલું નુકસાન થયું છે એ જાણવામાં પણ મદદ મળે છે.
અવેયર રહેવામાં મળે છે મદદ
ફ્લાઈટ અટેન્ડન્ટ અને પ્રવાસીઓની નજર બહાર રહે છે તો કોઈ અસામાન્ય ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. જેમ કે અમુક વખત લેન્ડિંગ કે ટેક ઓફ સમયે એન્જિનમાંથી નીકળતો ધુમાડો, પંખા પર બરફ જામી જવો કે કોઈ ટેક્નિકલ સમસ્યા હોય તો તેનો ખ્યાલ આવે છે. આ સિવાય કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકી શકાય.
હવે જ્યારે ફ્લાઈટ અટેન્ડન્ટ તમને વિન્ડો શેડ ખોલવા માટે કહે તો તેને એક ફોર્માલિટી તરીકે ના જોશો. આ હવાઈ સુરક્ષાના વિવિધ નિયમોમાંથી એક છે, જેને દાયકાઓના અનુભવ અને રિસર્ચ બાદ બનાવવામાં આવ્યો છે. આ એક નાનકડાં નિયમથી ઈમર્જન્સી સિચ્યુએશનમાં તમે અને તમારા સહપ્રવાસીઓનો જીવ બચાવવામાં મહત્ત્વનો રોલ પ્લે કરી શકે છે.
છે ને એકદમ યુનિક સ્ટોરી? આ માહિતી તમારા મિત્ર અને પરિવારના લોકો સાથે આ માહિતી તેમની સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…ભારતમાં બ્લ્યુ સિવાય સફેદ, મરુન અને ઓરેન્જ કલરના પાસપોર્ટ કેમ હોય છે? કોને મળે છે કયો પાસપોર્ટ?