મોબાઈલ ફોનના ચાર્જર સફેદ રંગના કેમ હોય છે? આ કારણો જાણીને તમે પણ ચોંકી ઉઠશો

એક સમય હતો કે જ્યારે માણસની જરૂર હતી રોટી, કપડાં ઔર મકાન… પરંતુ હવે સમય બદલાયો છે અને રોટી, કપડાં ઔર મકાનની સાથે સાથે મોબાઈલ ફોન અને ચાર્જર પણ આ લિસ્ટમાં જોડાઈ ચૂક્યા છે. મોબાઈલ ફોન વિના તો હવે જાણે એક સેકન્ડ માટે પણ ચાલે એમ નથી. હવે મોબાઈલ ફોન યુઝ કરતાં હોવ તો એક વાત તમને ખ્યાલમાં આવી હશે કે ફોનના ચાર્જર મોટા ભાગે સફેદ કલરના હોય છે, પરંતુ શું તમને આ પાછળનું કારણ ખબર છે? મોબાઈલ ફોનના ચાર્જર વ્હાઈટ કલરના હોય છે એની પાછળ ખાસ કારણ જવાબદાર છે. ચાલો આજે તમને આ કારણ વિશે જણાવીએ…
સ્માર્ટફોન દરેકના જીવનના મહત્ત્વનો હિસ્સો બની ગયો છે અને તમને ખ્યાલ હશે કે મોબાઈલ ફોનના ચાર્જર હંમેશા વ્હાઈટ કલરના હોય છે. ખૂબ જ ઓછા ચાર્જર હોય છે જે બ્લેક કલરના હોય છે. કંપનીઓ દ્વારા યુઝર્સને વ્હાઈટ કલરના ચાર્જર આપવા પાછળ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ કારણો જવાબદાર છે.
વ્હાઈર કલર પ્રીમિયમ અને ક્લીનઃ
કંપની દ્વારા યુઝર્સને વ્હાઈટ કલરના ચાર્જર આપવામાં આવે છે એનું એક કારણ એવું પણ છે કે સફેદ રંગ દેખાવમાં ખૂબ જ સ્વચ્છ અને પ્રીમિયમ લૂક આપે છે. દૂરથી જ સફેદ રંગને ઓળખી શકાય છે અને એને કારણે યુઝર્સ પર તેની સારી છાપ જોવા મળે છે. આ જ કારણ છે એપલ જેવી હાઈફાઈ કંપની પણ યુઝર્સને વ્હાઈટ કલરના જ ચાર્જર બનાવે છે.
વ્હાઈટ ચાર્જર ઓછા ગરમ થાય છેઃ
મોબાઈલને જ્યારે ચાર્જિંગમાં મૂકો છો ત્યારે ચાર્જરમાં એક ગરમી ઉત્પન્ન થાય છે. ડાર્ક કે બ્લેક રંગના ચાર્જર ગરમી ઉત્પન્ન કરે છે. જો ચાર્જર વધારે ગરમ થઈ જાય છે તો તેમાં બ્લાસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. સફેદ ચાર્જર ગરમ થાય તો તે ઝડપથી ઠંડુ પણ પડી જાય છે, આ જ કારણ છે કે ચાર્જર સફેદ રંગના હોય છે.
ઉત્પાદનમાં સરળતા અને ખર્ચ પણ ઓછોઃ
કંપનીઓ માટે સફેદ રંગનું પ્લાસ્ટિક બનાવવું સરળ અને સસ્તું પડે છે. ચાર્જર બનાવવામાં વપરાતું પ્લાસ્ટિક સફેદ રંગમાં સરળતાથી મોલ્ડ થાય છે અને તેને વધારે રંગની જરૂર પડતી નથી. આ જ કારણ સફેદ રંગનું ચાર્જરનું ઉત્પાદન મોટાપાયે અને આર્થિક રીતે સરળ રહે છે.
બર્ન માર્ક સરળતાથી દેખાય છેઃ
સફેદ રંગ પર કોઈ ડાઘ, ગંદકી, સ્ક્રેચ કે બર્ન માર્ક પણ ઝડપથી દેખાઈ જાય છે. જેનાથી યુઝર્સને ખ્યાલ આવે છે કે ચાર્જરને કોઈ નુકસાન થયું છે કે ચાર્જર ખરાબ થઈ રહ્યું છે. આમ ચાર્જર સફેદ રંગનું રાખવા પાછળ સુરક્ષા પણ એક મોટું કારણ છે.
સફેદ સિવાયના બાકીના ચાર્જર છે ખરાબ?
હવે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે જો સફેદ રંગના ચાર્જર આટલા સારા છે તો શું બ્લેક કલરના ચાર્જર ખરાબ હોય છે? અનેક બ્રાન્ડ્સ વિવિધ કલરના ચાર્જર લોન્ચ કરી રહી છે, જેથી યુઝર્સને ચાર્જર મળી શકે. પરંતુ મોટાભાગની કંપનીને વ્હાઈટ કલરના ચાર્જર ખૂબ જ પસંદ છે.
આપણ વાંચો: આ નવરાત્રિ, ઉપવાસમાં નહીં લાગે થાક! આ 6 ડ્રિંક્સ આપશે ભરપૂર શક્તિ અને તાજગી.