શા માટે ખરમાસમાં લગ્ન કરવામાં નથી આવતા….

કોઈ પણ રાશિમાં સૂર્યનો પ્રવેશને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ એટલે કે કમૂરતાની શરૂઆત થાય છે અને જ્યોતિષીય કારણોસર આ સમયે શુભ કાર્યો કરી શકાતા નથી. ખરમાસ એટલે કે કમૂરતા આજથી શરૂ થઈ રહ્યા છે.
કોઈપણ લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો છે. અત્યારના સમયે સૂર્ય ધનુ રાશિમાં જાય છે, જે સુખ-સમૃદ્ધિ માટે સારું માનવામાં આવતું નથી. જો તમે આ સમયે લગ્ન કરો છો, તો સુખ મળવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. આ ઉપરાંત મુંડન કે બીજા કોઇ શુભ પ્રસંગો પણ કારણકે ધનુરાશિમાં સૂર્યની હાજરી હોવાથી આ સમયગાળા દરમિયાન પરિસ્થિતિઓ ખૂબજ ઝડપથી થાય છે. આથી અત્યારે કરવામાં આવેલા કામ સંબંધોને બગાડે છે.
ખરમાસમાં નવો ધંધો શરૂ કરવાથી નાણાકીય મુશ્કેલીઓ ઊભી થાય છે, તેમજ ખર્ચ પણ વધી શકે છે. આ સમયગાળા દરમિયાન શરૂ થયેલા ધંધા અધવચ્ચે બંધ થઈ જાય છે. વ્યક્તિ દેવાદાર બની શકે છે.
જો આ સમય દરમિયાન ઘર બનાવવામાં આવે તો સુખ મેળવવું ખૂબ મુશ્કેલ રહેશે. તેમજ જો ઘરનું કામ અત્યારે શરૂ કરવામાં આવે ચો વચ્ચે વચ્ચે ઘણા અવરોધો આવશે અને તેના કારણે કામ અટકી પણ શકે છે.
ખારમાસ માટે આ ઉપાય કરો
રોજ સવારે સૂર્યને હળદર મિશ્રિત જળ અર્પિત કરો. હળદર કે કેસરનું તિલક કરવું. દરરોજ સાંજે શનિ મંત્રનો જાપ કરો. શનિવારે સાંજે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો સદાચારી રહેવાનો પ્રયત્ન કરો.
ખરમાસ હોય પરંતુ જો પ્રેમ લગ્ન કે સ્વયંવરનો કિસ્સો હોય તો લગ્ન થઈ શકે છે. કુંડળીમાં ગુરુ ધનુ રાશિમાં હોય તો પણ આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય થઈ શકે છે. જે કામ નિયમિતપણે કરતા આવ્યા છીએ તે કરી શકાય છે. તેમજ આ સમયગાળા દરમિયાન ગયામાં શ્રાદ્ધ પણ કરી શકાય છે.