IT રિફંડમાં થઈ રહ્યો છે વિલંબ, જાણો કેટલા સુધીનું રિફન્ડ મળે છે ઝડપથી?

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વખતે આઈટી રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 16મી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. રિટર્ન ફાઈલ કરવાની આ તારીખ ઓડિટ વિનાના ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની હતી. રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈનને પૂરી થઈને પણ ઓલમોસ્ટ એક વીક પૂરું થઈ ગયું છે ત્યારે અનેક લોકોને રિફન્ડ મળી ગયું છે, પણ અનેક લોકો એવા પણ છે કે જેઓ હજી રિટર્ન આવવાની રાહ જોઈ રહ્યા છે. હવે આ મામલે મહત્ત્વની માહિતી સામે આવી છે, જે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે…
અનેક લોકો હજી પણ રિટર્ન ફાઈલ કર્યા બાદ રિટર્નની રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ મામલે ફરિયાદો વધી રહી છે. કેટલાક લોકોએ તો જૂનમાં જ રિટર્ન ફાઈલિંગ અને વેરિફિકેશનનું કામ કરી દીધું છે અને હજી સુધી તેમનું રિફન્ડની રાહ જોઈ રહ્યા છે. હવે આવી સ્થિતિમાં સવાલ થાય એ સ્વાભાવિક છે કે શું રિફન્ડની રકમનો ટાઈમિંગ સાથે કોઈ કનેક્શન છે કે કેમ?
ટેક્સ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નિયમોમાં રિફન્ડના એમાઉન્ટની કોઈ લિમિટ નથી નક્કી કરવામાં આવી અને પ્રોસેસ પણ એક જેવી જ છે. પરંતુ એક વાત તો છે કે 10,000 રૂપિયાથી ઓછાના રિફન્ડ સૌથી વધુ ઝડપથી ક્લિયર કરવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે આ કેસ ખૂબ જ સરળ રહે છે.
ઉદાહરણ આપીને વાત કરવાની થાય તો સેલરીડ ક્લાસના રિટર્નમાં કોઈ ટીડીએસ એડજસ્ટ હોય છે વધારે કપાત નથી હોતી એટલે તેના પર ઝડપથી પ્રોસેસ કરવામાં આવે છે. આ રિટર્નની તપાસ ખૂબ જ ઓછી થાય છે અને એને કારણે રિફન્ડ ઝડપથી આવે છે.
બીજી બાજું મોટા એમાઉન્ટના રિટર્નની તપાસ વધારે થાય છે. જો કોઈ ટેક્સ પેયર્સ વીતેલાં વર્ષની સરખામણીએ મોટું રિફન્ડ છે તો ટેક્સ ડિપાર્ટમેન્ટ આવા કેસની વધારે વિસ્તારથી તપાસ કરે છે કે આ કેસમાં ક્યાંય કંઈ ગરબડ તો નથી. આ જ કારણ છે નાની રકમના રિફન્ડ ઝડપથી મળી જાય છે અને મોટી એમાઉન્ટના રિફન્ડ મેળવવામાં સમય લાગે છે.
ટૂંકમાં કહીએ તો જો તમારું આઈટી રિટર્ન રિફન્ડ 10,000 રૂપિયા કરતાં વધારે છે તો તમારે રિફન્ડ માટે થોડી લાંબી સમય સુધી રાહ જોવી પડી શકે છે. છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આપણ વાંચો: નિ:સંતાન દંપતીનો વારસો કોને મળે? સુપ્રિમ કોર્ટે આપ્યો પરંપરાનો હવાલો