સ્પેશિયલ ફિચર્સ

ભારતનું એ રાજ્ય કે જે અંગ્રેજોની ગુલામીની ઝંઝીરથી મુક્ત રહ્યું, આ હતું મુખ્ય કારણ…

ભારતનો ઈતિહાસ, પરંપરા અને સંસ્કૃતિનો વારસો ખૂબ જ સમૃદ્ધ છે અને આ વાતનો અંદાજો એ પરથી જ લગાવી શકાય કે અંગ્રેજોએ આ દેશને લૂંટવાના હેતુથી જ તેને ઉપનિવેશ બનાવીને રાખ્યું હતું. 200-200 વર્ષ સુધી તેમણે અહીં રાજ કર્યું અને આ જ કારણ છે કે તેમના કલ્ચરની છાપ ભારતીય રાજ્ય પર આજે પણ જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતનું જ એક રાજ્ય એવું પણ છે કે જેના પર અંગ્રેજો પોતાનું વર્ચસ્વ નહોતા જમાવી શક્યા અને આ રાજ્યએ ક્યારેય અંગ્રેજોની ગુલામી નથી કરી?

ચાલો તમને ભારતના આ રાજ્ય વિશે જણાવીએ-
હવે તમને થશે કે અંગ્રેજોએ ભારતને સંપૂર્ણપણે પોતાનું ગુલામ બનાવી દીધો હતો અને સેંકડો વર્ષ સુધી તેઓ અહીં રાજ કરતાં રહ્યા. ભારતના નાગરિકોને તેમણે ખૂબ જ રંજાડ્યા પરંતુ એક રાજ્ય એવું છે કે જ્યાં રાજ કરવાનું અંગ્રેજોનું સપનું એ સપનું જ રહી ગયું. આ રાજ્યને તેઓ ક્યારેય ગુલામ બનાવી શક્યા નહીં, આખરે આવું કઈ રીતે શક્ય બન્યું અને કયું છે આ રાજ્ય. અમે અહીં જે રાજ્યની વાત કરી રહ્યા છીએ એવું નથી કે એ રાજ્યમાં જાહોજલાલી નહોતી કે તે સુંદર નહોતું. પોતાની સુંદરતા માટે તો આ રાજ્ય ટૂરિસ્ટમાં તો આજે પણ નંબર વનની પોઝિશન પર છે. આઈ નો આઈ નો તમને હવે આ રાજ્યનું નામ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે તો પહેલાં તમને આ રાજ્યનું નામ જણાવી દઈએ. આ રાજ્યનું નામ છે ગોવા. ગોવા ક્યારેય અંગ્રેજોનું ગુલામ નહીં બન્યું અને અંગ્રેજોના જોર-જુલમથી બચેલું રહ્યું હતું.

આવું કઈ રીતે શક્ય બન્યું તો એનું કારણ પોર્ટુગીઝો હતા. અંગ્રેજો પહેલાં જ 1498માં પોર્ટુગીઝો ભારત પહોંચી ગયા હતા. વાસ્કો ડી ગામાએ ભારતની શોધ કરી હતી અને પોર્ટુગીઝોએ અહીં વેપાર કરવાની શરૂઆત કરી હતી. દરમિયાન અંગ્રેજો અને પોર્ટુગીઝો વચ્ચે અનેક યુદ્ધ પણ થયા પરંતુ ગોવા ક્યારેય અંગ્રેજોનું ગુલામ બન્યું નહીં.

Alsor read: એશિયન ગેમ્સમાં ભારતનો ઐતિહાસિક દેખાવ

અંગ્રેજો 1608માં ભારતના સૂરત પહોંત્યા હતા અને તેમણે વેપાર કરીને ભારતીય સંસાધનો અને સંપત્તિને પોતાના દેશ પહોંચાડી હતી. ધીરે ધીરે તેમણે દેશ પર પોતાનો કબજો કરવાનું શરૂ કરી દીધું અને ભારતને ગુલામ બનાવી દીધો. પરંતુ 1947માં આખરે તેમને ભારત છોડવું પડ્યું. દેશ 1947માં આઝાદ થઈ ગયો પણ ગોવા પોર્ટુગીઝોનું ગુલામ જ રહ્યું. પોર્ટુગીઝો 400 વર્ષ સુધી ભારતમાં રહ્યા. અંગ્રેજોએ ભારત છોડ્યું ત્યારે પણ ગોવા તો પોર્ટુગીઝોના હાથમાં જ હતું પરંતુ આખરે 1961માં પોર્ટુગીઝોએ પણ ગોવા છોડવું પડ્યું અને આમ ગોવા બ્રિટીશરોની ગુલામીમાંથી બાકાત રહ્યું… છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી? તમે પણ તમારા મિત્રો અને પરિવાર સાથે આ રસપ્રદ માહિતી શેર કરજો અને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button