હોટેલના રૂમમાં ઘડિયાળ કેમ નથી હોતા? કારણ જાણશો તો પછી…

આપણામાંથી મોટાભાગનો લોકો વેકેશન, ઓફિસ ટૂર કે બીજા કોઈને કોઈ કારણસર હોટેલમાં તો રોકાયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય નોટિસ કર્યું છે ખરું કે તમામ સુવિધાઓથી સજ્જ એવા હોટેલ્સના રૂમમાં ઘડિયાળ જ નથી હોતા? ક્યારેય સવાલ થયો છે ખરો કે આખરે આવું કેમ, શું હશે આ પાછળનું કારણ? ચાલો જોઈએ શું છે આ પાછળનું કારણ-
જ્યારે પણ આપણે હોટેલના રૂમમાં જઈએ છીએ ત્યારે જરૂરિયાતની તમામ વસ્તુઓ પર ધ્યાન આપીએ છીએ પણ જો હોટેલની દિવાલોને ધ્યાનથી જોઈ હશે તો તમને ખ્યાલ આવશે કે આ દિવાલ પર પેઈન્ટિંગ સિવાય બીજું કંઈ જ નથી હોતું. રૂમમાં કોઈ જગ્યાએ ઘડિયાળ માટે જગ્યા નથી હોતી. આજે અમે અહીં તમને આ વિશે જ જણાવીશું, પણ એ માટે તમારે સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.
અત્યારની હોટેલમાં માત્ર સૂવા માટે જ નહીં પણ હવે આ જગ્યાઓ સ્પા, સ્વિમિંગ પૂલ, શાનદાર ખાવા-પીવાની વસ્તુઓ અને ઈવેન્ટ્સ માટે પણ જાણીતી છે. ટૂંકમાં હોટેલ્સ હોટેલમાં આવનારા મહેમાનોના આરામ અને એન્ટરટેઈન્ટમેન્ટનું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ તેમ છતાં ઘડિયાળ મિસિંગ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે હોટેલ્સમાં જાણી જોઈને ઘડિયાળ નતી રાખવામાં આવતા.

જી હા, સાચું વાંચ્યું તમે. હોટેલ્સમાં જાણી જોઈને ઘડિયાળ નથી રાખવામાં આવતા, જેથી ગેસ્ટ કોઈ પણ પ્રકારના સમયના દબાણથી દૂર રહે અને ચિલ કરે. જો હોટેલની દિવાલો પર ઘડિયાળ રાખવામાં આવે તો વારંવાર ઘડિયાળ પર ધ્યાન જતાં ગેસ્ટ આરામથી વેકેશન નહીં એન્જોય કરી શકે અને આ જ કારણ છે કે હોટેલ રૂમ્સમાં ઘડિયાળ નથી લગાવવામાં આવતા.
અનેક વખત એવું થાય છે કે વારંવાર ઘડિયાળ જોવાથી ગભરાટ કે ઉતાવળમાં ગેસ્ટનું રિલેક્શન અને ચિલ મોડમાં ડિસ્ટર્બન્સ થાય છે. આ જ કારણસર ઘડિયાળ હટાવીને હોટેલમાલિકોનો ઈરાદો ગેસ્ટને પોતાની લાઈફમાં સ્લો અને સ્ટેડી એક્સપિરિયન્સ આપવાનો હોય છે.
આ નાનકડી લાગતી વસ્તુ જ એ વાતની સાબિતી આપે છે કે હોટેલ દ્વારા માત્ર આવનાર મહેમાનની હળવાશ અને પ્રાઈવસેની પણ મહત્ત્વ આપવામાં આવે છે. હવે જ્યારે પણ તમે હોટેલમાં રહેવાં જાવ તો એ વાત પર ચોક્કસ ધ્યાન આપો કે હોટેલના રૂમમાં ઘડિયાળનું ના હોવું હોટેલવાળાઓની એક વિચારેલો અને ગણતરીપૂર્વકનો પ્રયાસ છે, જેથી તમે આરામ અને રિલેક્સ મોડમાં આરામ ફરમાવી શકો.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આપણ વાંચો : રૂ. 34,000નું Hotel Bill ચૂકવ્યા વિના ભાગી ગયો પરિવાર, હોટેલે લીધો આ રીતે બદલો…