સવારની એ ભૂલ જે હાર્ટ માટે છે જોખમી! જાણો કયા સમયે આવે છે સૌથી વધુ Heart Attack?

છેલ્લાં કેટલાક સમયથી જો ધ્યાન આપ્યું હશે તો ઝડપથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ લોકોને ઘેરી રહી છે. નાની ઉંમરમાં જ હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ જેવા કિસ્સાઓ સાંભળવામાં આવે છે, આવું થવાના ચોંકાવનારા કારણો સામે આવી રહ્યા છે. મનમાં સવાલ આવે છે કે આખરે હાર્ટ સંબંધિત બીમારીઓ આટલી કેમ વધી રહી છે? તમારી જાણ માટે કે હાર્ટ સંબંધિત આ સમસ્યાઓ અચાનક નથી થતી, ધીરે ધીરે આપણી આદતોને કારણે આ સમસ્યાઓ થાય છે. જેની તરફ આપણું ધ્યાન નથી જતું. આજે અમે અહીં તમને સવારની એક આદત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કારણે હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે…
હાર્ટ માટે આ સમય છે સૌથી નાજુક
મુંબઈના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે સવારનો સમય દરેક વ્યક્તિના હાઈ એલર્ટ વિન્ડો હોય છે અને આ જ કારણ છે કે મોટાભાગે લોકોને સવારે 7થી 11 વાગ્યાની વચ્ચે હાર્ટએટેક આવે છે. આવી સ્થિતિમાં સવારના કેટલાક રૂટિનમાં ફેરફાર કરવામાં આવે તો આ જોખમથી બચી શકાય છે.
કેમ છે આ સમય સૌથી જોખમી?
સવારનો સમય જ હાર્ટ માટે કેમ જોખમી હોય છે એ વિશે વાત કરતાં ડોક્ટરે જણાવ્યું હતું કે આ બધુ શરીરના નેચરલ વેકઅપ રિસ્પોન્સર પર નિર્ભર કરે છે. આખી રાત ઉંઘ્યા બાદ જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારી સિસ્ટમ એક્ટિવ થાય છે. શરીરમાં કોર્ટિસોલ (જે એક સ્ટ્રેસ હોર્મોન છે) લેવલ વધવા લાગે છે. પ્લેટલેટ્સ ચિકણી થવા લાગે છે અને એને કારણે બ્લડ ક્લોટ્સ થવા લાગે છે અને બ્લડ પ્રેશર વધવા લાગે છે.
આ ત્રણેય ઈફેક્ટનો અર્થ છે કે તમારું હાર્ટ સામાન્યથી વધુ મહેનત કરે છે અને જેમ જેમ સમય આગળ વધે છે ત્યારે આ દબાણ વધતું જ જાય છે. આને કારણે હાર્ટ એટેક કે હાર્ટ સંબંધિત સમસ્યાને કારણે સવારે 7થી 11 વાગ્યા વચ્ચે લોકોના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યા છે, જ્યાં સાંજે પાંચથી છ વાગ્યાની આસપાસ આ જોખમ ઘટવા લાગે છે.
આ ભૂલો તો ભૂલથી પણ ના કરતાં…
⦁ સવારના ખાલી પેટ ચા કે કોફીનું સેવન
⦁ પાણી પીવું કે સવારની દવાઓ ખાવાનું ભૂલી જવું
⦁ ઉઠ્યા બાદ તરત જ કામમાં કે મિટિંગ્સમાં વ્યસ્ત થઈ જવું
⦁ શરીરને એક્ટિવ કર્યા વિના ભાગદોડ શરૂ કરવી
હેલ્ધી હાર્ટ માટેનું આ રૂટિન
⦁ ચા કે કોફી પહેલાં દિવસની શરૂઆત પાણી પીવાથી કરો
⦁ જો સવારના ટાઈમમાં કોઈ દવા લેવાની હોય તો તે ભૂલ્યા વિના લો
⦁ લાઈટ, પ્રોટિનથી ભરપૂર બ્રેકફાસ્ટ લો જે એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે
⦁ 10-15 મિનિટ સ્ટ્રેચિંગ, વોકિંગ કે યોગ વગેરે કરો, જેને કારણે હાર્ટ પરના સ્ટ્રેસને કારણે ઘટાડો કરે છે
આ પણ વાંચો..કિડનીના દુશ્મન છે આ ફૂડ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…