નેશનલસ્પેશિયલ ફિચર્સ

દુનિયાના આ દેશમાં સોનું છે એટલું સસ્તું કે નહીં પૂછો વાત, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

દુનિયાભરમાં સોનાની ગણતરી એક કિંમતી અને મુલ્યવાન ધાતુ તરીકે કરવામાં આવે છે અને આવા આ સોનાના ભાવ દિવસેને દિવસે આસમાનને આંબી રહ્યા છે. પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયાનો એક દેશ એવો પણ છે કે જ્યાં બ્રેડ-બટરના ભાવે તમે સોનું ખરીરી શકો છો તો માનવામાં આવે ખરું? માનવામાં ના આવે પણ આ હકીકત છે. અમે અહીં જે દેશની વાત કરી રહ્યા છીએ એ છે દક્ષિણ અમેરિકાનો વેનેઝુએલા (Venezuela). અહીંના સોનાના ભાવ સાંભળીને તમે ચોંકી જશો. ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ…

વેનેઝુએલામાં શું છે સોનાની કિંમત?

એક તરફ જ્યાં ભારતમાં સોનાના ભાવ દિવસેને દિવસે રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે વેનેઝુએલાની સ્થિતિ ભારતથી બિલકુલ વિપરીત છે. અહીં ૨૪ કેરેટ સોનાની કિંમત બ્રેડ-બટર જેટલી જે છે. વાત કરીએ તાજેતરના આંકડાઓ મુજબ સોનાના ભાવમાં જોવા મળેલા તફાવત વિશે તો ભારતમાં ૨૪ કેરેટ સોનાની કિંમત અંદાજે 13,800 રૂપિયા પ્રતિ ગ્રામ છે.

જ્યારે વેનેઝુએલામાં એક ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 181 રૂપિયા જેટલી જ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત તો ત્યાં માત્ર 166 રૂપિયા પ્રતિ ગ્રામની આસપાસ છે. ટૂંકમાં કહીએ તો જેટલા પૈસામાં તમે ભારતમાં રસ્તા પર ચા-નાસ્તો કરી લો છો એટલા જ પૈસામાં તમે વેનેઝુએલામાં એક ગ્રામ સોનું ખરીદી શકાય છે.

વેનેઝુએલામાં સોનું આટલું સસ્તું કેમ?

હવે આગળ વધીએ અને વાત કરીએ કે વેનેઝુએલામાં સોનું આટલું સસ્તું કેમ છે એની તો આ ત્યાંની આર્થિક સમૃદ્ધિની નિશાની નથી, પરંતુ કથળેલી અર્થવ્યવસ્થાનું પ્રતિક છે. વેનેઝુએલાના ચલણ બોલિવરનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં સાવ તળિયે પહોંચી ગઈ છે. વધારે પડતી મોંઘવારીને કારણે લોકો પાસે ચલણની કોઈ કિંમત રહી નથી.

ગોલ્ડ રિઝર્વનો ઉપયોગ થયો

આ ઉપરાંત વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સરકારે દેવું ચૂકતે કરવા માટે અને દેશ ચલાવવા માટે મોટા પ્રમાણમાં સોનાના ભંડાર (ગોલ્ડ રિઝર્વ)નો ઉપયોગ કર્યો છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 2013થી 2016ના ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન કુલ 113 મેટ્રિક ટન સોનું સ્વિટ્ઝર્લેન્ડ મોકલવામાં આવ્યું હતું. 2024 સુધીમાં વેનેઝુએલા પાસે માત્ર 161 ટન સોનું જ બચ્યું હતું.

નાગરિકોની હાલાકીનો પાર નથી

વેનેઝુએલાના ઓરિનોકો માઈનિંગ આર્ક વિસ્તારમાં સોનાનો વિપુલ ભંડાર આવેલો છે. આમ છતાં, આર્થિક સંકટ એટલું મોટું છે કે સોનું સસ્તું હોવા છતાં સ્થાનિક નાગરિકોની જિંદગી મુશ્કેલીઓથી ભરેલી છે. અહીં જીવનજરૂરી ચીજવસ્તુઓ જેમ કે લોટ, દૂધ કે દવાઓની કિંમત સોના કરતાં પણ વધારે છે અને આનું કારણ છે કે અહીંના ચલણની કોઈ વિશ્વસનીયતા રહી નથી.

આ પણ વાંચો…હેં, સોનું માત્ર પીળું જ નહીં, સોનું કાળું, બ્લુ અને લીલું પણ હોય છે!

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button