
રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી કરીએ છીએ પણ એમાંથી ઘણી બધી એક્ટિવિટી કરીએ તો છીએ પણ એ એક્ટિવિટી કેટલી વખત કરીએ છીએ કે કેમ કરીએ છીએ એની જાણ નથી હોતી. આજે અમે તમારા માટે અહીં આવી જ એક એક્ટિવિટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એ પ્રવૃત્તિ એટલે બગાસું આવવાની. બગાસું આવવું એ પણ આપણી રોજિંદી શારીરિક ક્રિયાઓમાંથી એક છે. પરંતુ શું તમને ખબર છે કે બગાસા કેમ આવે છે? તમે દિવસમાં સરેરાશ કેટલા બગાસા ખાવ છો? નહીં ને?, ચાલો આજે તમને જણાવીએ…
સૌથી પહેલાં વાત કરીએ કે બગાસા કેમ આવે છે એની તો બગાસા આવવાના ઘણા કારણો છે, પણ એમાં સૌથી કોમન રિઝન છે અધૂરી ઉંઘ કે પછી વધારે પડતી ઉંઘ. આ સિવાય આપણે જ્યારે સૌથી વધુ થાકેલાં હોઈએ છીએ એ સમયે પણ આપણને બગાસા આવે છે. એક વ્યક્તિ એક દિવસમાં સરેરાશ 5થી 18 વખત બગાસા ખાય છે અને તે તદ્દન સામાન્ય બાબત છે.
આ પણ વાંચો: હીટસ્ટ્રોકથી બચવા આ ઉપાય છે એકદમ હીટ, તમે પણ અજમાવો….
બગાસું આવવાના બીજા કારણ વિશે વાત કરીએ તો જ્યારે આપણા શરીરમાં ઓક્સિજનની કમી હોય કે શરીરને વધારાના ઓક્સિજનની જરૂર પડે ત્યારે પણ આપણને બગાસા આવે છે, કારણ કે બગાસાના માધ્યમથી આપણું શરીર વધારે ઓક્સિજન મેળવવાનો પ્રયાસ કરીએ છીએ.
આપણામાંથી ઘણા લોકોને દિવસ દરમિયાન ખૂબ જ ઉંઘ આવતી હોય છે અને એને કારણે પણ વારંવાર બગાસા આવેલ છે. આવું સામાન્યપણે ત્યારે થાય છે જ્યારે તમે રાતના સમયે પૂરતી ઉંઘ ના લીધી હોય. રાતના અધૂરી થયેલી ઉંઘને કારણે પણ દિવસના સમયે વધારે થાક અનુભવાય છે અને બગાસા આવે છે.
બીજાના બગાસું ખાતા જોઈને કેમ બગાસા આવે છે?
તમે પણ એ વાત ઓબ્ઝર્વ કરી જ હશે કે જ્યારે કોઈ તમારી સામે બગાસુ ખાય છે ત્યારે તમને પણ બગાસું આવે છે. હવે આવું કેમ થાય છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે તો ચાલો તમારી આ મૂંઝવણનો પણ અંત લાવી જ દઈએ. હાલમાં એક સર્વે કરવામાં આવ્યું હતું અને આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે બગાસું એ ચેપી છે. 300 લોકો પર આ સર્વે કરવામાં આવ્યું હતું અને 50 ટકા લોકો એવા હતા કે જેમને બીજાને જોઈને બગાસુ આવ્યું હતું. વૈજ્ઞાનિકોને એવું ધ્યાનમાં આવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સામે કોઈને બગાસું ખાતા જુએ ત્યારે તેની મિરર ન્યુરોન સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે અને તે એને પણ એ વસ્તુની રીપિટ કરવા માટે પ્રેરે છે. આ જ કારણ છે કે આપણને આપણી સામે કોઈને બગાસુ ખાતા જોઈને બગાસુ આવે છે.