સ્પેશિયલ ફિચર્સ

‘Touch Wood’ કેમ કહેવામાં આવે છે? આ પાછળનું કારણ જાણીને ચોંકી ઉઠશો…

ખરાબ નજર, નકારાત્મક શક્તિઓનું અસ્તિત્વ આ દુનિયામાં છે અને આ વાત માત્ર ભારતીયો જ નહીં પણ દુનિયાભરના લોકો માટે છે. આ ખરાબ નજર કે નકારાત્મક ઊર્જાથી બચવા લોકો જાત જાતના ઉપાયો અને ટોટકા અજમાવે છે. એમાંથી જ એક ટોટકો એટલે ટચ વૂડ. પરંતુ શું તમને આ પાછળનું કારણ કે ઈતિહાસ ખબર છે? ચાલો આજે તમને આ વિશે અહીં જણાવીએ…

આપણી આસપાસમાં આપણે અનેક લોકોને સાંભળ્યા હશે કે જ્યારે તેઓ પોતાના પરિવારની સફળતા, સદસ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત ચર્ચા કરે છે તો આસપાસમાં રહેલી કોઈ પણ લાકડાની વસ્તુને સ્પર્શીને ટચ વૂડ કહે છે. આ ટચ વૂડ કહેવાની આદત ભારત જ નહીં પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. આનું મુખ્ય કારણ ખરાબ નજર કે બેડ લકથી બચવું. પરંતુ શું સાચેમાં લાકડાને સ્પર્શ કરવાથી ખરાબ નજર કે નેગેટિવ એનર્જીથી દૂર રહી શકાય છે? આ સંદર્ભમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય તો નથી મળી રહ્યું પણ પરંપરા, માન્યતાઓ અને જ્યોતિષશાસ્ત્રમાં આનું કારણ જણાવવામાં આવ્યું છે.

કોઈ લાકડાની વસ્તુને સ્પર્શીને ટચ વૂડ કહેવાનો અર્થ થાય એવો થાય છે કે લાકડામાં રહેલી સકારાત્મર ઊર્જા, સ્થિરતા અને સુરક્ષાનો ભાવ. એવી માન્યતા છે કે જ્યારે લાકડાના ટૂકડાંને સ્પર્શીને ટચ વૂડ કહેવામાં આવે છે ત્યારે લાડકામાં રહેલી સકારાત્મક ઊર્જા અને વિશ્વાસ જાગરૂક કરવાનો છે. આવું કરવાથી ખરાબ નજરની અસર ઓછી થાય છે. આવું કરવાથી પ્રમાણિક રૂપથી સત્ય નથી માનવામાં આવતું પણ લાકડાને સ્પર્શીને ટચ વૂડ કહેવું ખરાબ નજરથી બચાવના પ્રતિકાત્મક ઉપાય માનવામાં આવે છે.

વાત કરીએ કે આની શરૂઆત ક્યાંથી થઈ એની તો આ એક લોકપ્રિય થિયરી છે અને પ્રાચીન પેગન સભ્યતામાં એવી માન્યતા હતી કે વૃક્ષ, છોડમાં દૈવીય શક્તિનો વાસ હોય છે. એટલે જ તેઓ માનતા હતા વૃક્ષને સ્પર્શ કરીને ટચ વૂડ કહેવામાં આવે તો દૈવીય શક્તિની કૃપા પ્રાપ્ત થાય અને નકારાત્મક ઊર્જાથી બચી શકાય છે અને ગૂડ લક માનવામાં આવે છે.

એક બીજી માન્યતા વિશે વાત કરીએ તો તે ઈસાઈ ધર્મ સાથે સંકળાયેલી છે. ઈસાઈ લોકો ઈસા મસીહના ક્રોસના લાકડાને પવિત્ર માનતા હતા. લોકો લાકડાને સ્પર્શીને ભગવાનનો આશીર્વાદ માગતા હતા અને દૈવીય સુરક્ષાની કામના કરતાં હતા.

જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો લાકડાનો સંબંધ મુખ્યત્વે ગુરુ અને ચંદ્ર જેવા શુભ ગ્રહો માનવામાં આવે છે. જોકે, અલગ અલગ પ્રકારના લાકડાનો સંબંધ અલગ અલગ ગ્રહો સાથે હોય છે. પરંકુ મુખ્યત્વ ગુરુ અને ચંદ્રમાને લાકડા સંબંધિત ગ્રહો માનવામાં આવે છે. આ કારણસર પણ લાકડાને સ્પર્શવું શુભ માનવામાં આવે છે.

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આપણ વાંચો:  ગાગર જેવી વધતી ફાંદને અટકાવવા કરો આ 4 ઉપાય: સટાસટ ઓગળશે પેટ પરની વધારાની ચરબી…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button