બાથરૂમમાં આ કામ કરતી વખતે જ કેમ આવે છે સારા વિચારો, ક્યારેય વિચાર્યું છે ખરું?

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો અને તમારું મગજ પણ ચકરાઈ ગયું હશે બરાબર ને? વાંચવામાં વિચિત્ર લાગતી આ બાબત ખરેખર એક હકીકત છે અને આ વાતનો અંદાજો આપણામાંથી અનેક લોકોએ કર્યો પણ હશે કે બાથરૂમમાં ન્હાતી વખતે જ આપણને કોઈ સમસ્યાનું સમાધાન મળી જાય છે કે પછી કોઈ નવું કામ કરવાની પ્રેરણા મળતી હોય છે. આખરે એવું કેમ થાય છે, આજે અમે અહીં તમને આ પાછળના કારણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આવો જોઈએ શું છે કારણ-
આપણે જ્યારે પણ બાથરૂમમાં શાવર લેતા હોઈએ છીએ ત્યારે જ આપણા મગજનો એક હિસ્સો શરીરની સાફ-સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે બીજો હિસ્સો અન્ય કામ પરથી પોતાનું ધ્યાન હટાવીને વિચારોમાં ખોવાઈ જાય છે. આ કારણે જ ક્યારેક આપણને કમાલના આઈડિયા આવે છે. ખેર આ તો થઈ એક સામાન્ય સમજની વાત. પરંતુ આ પાછળ સાયન્ટફિક કારણ પણ જવાબદાર છે.
ન્હાતી વખતે આવતા સારા વિચારોના વૈજ્ઞાનિક કારણો વિશે વાત કરીએ તો સ્નાન કરતી શરીરમાંથી મોટા પ્રમાણમાં ડોપામાઈન નામના રસાયણનો સ્રાવ થાય છે. આ એક પ્રકારના હોર્મોન છે જે વ્યક્તિને તાજગી, ઉત્સાહ અને ખુશીનો અહેસાસ કરાવે છે. ડોપામાઈન રિલીઝ થતાં જ આપણે એકદમ રિલેક્સ ફિલ કરવા લાગીએ છીએ. હવે ખ્યાલ આવ્યો કે જ્યારે પણ આપણે વધારે થાકેલા કે કંટાળેલા હોઈએ ત્યારે આપણને વડીલો સ્નાન કરવાની સલાહ કેમ આપતા હોય છે.
સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વ્યક્તિ રિલેક્સ ફિલ કરે તો તે વધારે સારા વિચારો કરી શકીએ છીએ અને સારા-નરસાનો વધું સારી રીતે વિચાર કરી શકીએ છીએ. એટલું જ નહીં આ સમયે આપણને સૌથી વધુ ક્રિયેટિવ વિચારો પણ આવે છે. જો તમારો કોઈ જોબ ઈન્ટરવ્યુ હોય કે વિદ્યાર્થીઓ કે સંતાનની પરિક્ષા હોય તો તેને સૌથી પહેલાં સ્નાન કરવાની સલાહ આપો. ડોપામાઈન રિલીઝ થઈ જતાં મન એકદમ શાંત થઈ જાય છે અને તેઓ તાજગીનો અહેસાસ કરશે તેમ જ વધારે સારું પ્રદર્શન કરી શકશે.
છે ને એકદમ કામની માહિતી? અત્યાર સુધી તમને પણ કદાચ આ કારણ વિશે જાણ નહીં હોય પણ હવે આ માહિતી તમારા મિત્રો અને પરિવારના અન્ય સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.