મોબાઈલ ફોનની ઉપરની બાજુએ કેમ જોવા મળે છે આ છિદ્ર? કારણ જાણીને ચોંકી ઉઠશો…
![Why do smartphones have a small hole](/wp-content/uploads/2025/02/Why-do-smartphones-have-a-small-hole.webp)
સ્માર્ટફોન એ આજના સમયની મૂળભૂત જરૂરિયાત બની ગયા છે અને સ્માર્ટ ફોન બનાવનારી કંપનીઓ પણ લોકોની નબળી નસ પારખી ગયા હોય એમ એકલી ચઢિયાતા એક સ્માર્ટ ફિચર લોન્ચ કરતી રહે છે. આ ફિચર ખૂબ જ યુઝફૂલ હોય છે અને રોજબરોજના કામ સરળ બની જાય છે. જો તમે આ સ્માર્ટફોનને ક્યારેય ધ્યાનથી જોયા હશે તો તમને ખ્યાલ આવશે કે આ ફોનમાં ઉપરની બાજુ કે નીચેની બાજુમાં એકાદ કાણું હોય છે. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે ખરું કે આ કાણું આખરે કેમ હોય છે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ-
આ પણ વાંચો: તમે પણ આ રીતે ચાર્જ કરો છો મોબાઈલ ફોન? આજે જ બંધ કરી દો નહીંતર…
હકીકતમાં તો આ એક સ્પેશિયલ ફિચર છે અને આ ફિચર યુઝરના ફોનને રિમોટ કન્ટ્રોલમાં કન્વર્ટ કરી નાખે છે અને યુઝર સરળતાથી બેસીને ઈલેક્ટ્રોનિક ડિવાઈસને કન્ટ્રોલ કરી શકે છે. આ ફિકરને આઈઆર બ્લાસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. આઈઆર બ્લાસ્ટર એક નાનકડું સેન્સર હોય છે જે તમારા ફોનને ઈન્ફ્રારેડ સિગ્નલ મોકલવામાં મદદ કરે છે. આ સિગ્નલને માણસ નથી જોઈ શકતા પણ ઈલેક્ટ્રોનિક ડિવાઈઝ આ સિગ્નલ્સને સમજે છે. આ સિગ્નલ તમારા ઘરના ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે ટીવી, એસી, સેટ ટોપ બોક્સ અને કન્ટ્રોલ કરવામાં ઉપયોગમાં આવે છે. આઈઆર બ્લાસ્ટર ફોનના ઉપરના ભાગમાં હોય છે. આ એક નાનકડું કાણું હોય છે જેનાથી ઈન્ફ્રારેડ સિગ્નલ મોકલવામાં આવે છે.
આ પણ વાંચો: આ કારણે મોબાઈલ ફોનને કવર નથી લગાડતા Elon Musk, Mark Zuckerberg, તમે પણ જાણી લો તો ફાયદામાં રહેશો…
આ આઈઆર બ્લાસ્ટર કઈ રીતે કામ કરે છે એ વિશે વાત કરીએ તો તે એક્ઝેક્ટલી એ જ રીતે કામ કરે છે જે રીતે એક રિમોટ કામ કરે છે. જે રીતે તમે રિમોટનું એક બટન દબાવીને ટીવીનું વોલ્યુમ કન્ટ્રોલ કરી શકો છો, ચેનલ બદલી શકો છો એ જ રીતે ફોનની સ્ક્રીન પર બટન ટચ કરીને ટીવીને કન્ટ્રોલ કરી શકશે. એ જ રીતે એસી, સેટટોપ બોક્સ વગેરેને પણ કન્ટ્રોલ કરી શકો છો. આ ખૂબ જ ફાયદાકારક ફીચર છે અને તમારે ટીવી અને અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસના રિમોટ શોધવાની જરૂર નહીં પડે.
આ પણ વાંચો: ટૅક વ્યૂહ : બેટરી લાંબી ચાલે- સ્પેસ વધે ને ફોન હેંગ ન થાય એવું … મોબાઈલ ફોનનું સ્માર્ટ મેનેજમેન્ટ
ગૂગલ પ્લે સ્ટોર પર તમને આવી આઈઆર બ્લાસ્ટર એપ મળી જષે. આ એપને તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો અને ઈનસ્ટોલ કર્યા બાદ તમને તમારા ફોન ને એપ સાથે પેયરઅપ કરવું પડશે. ત્યાર બાદ ફોનથી જ તમે તમારા ટીવી, એસી, સેટટોપ બોક્સ જેવા ડિવાઈસને કન્ટ્રોલ કરી શકશો. યુઝર્સને આનાથી ખૂબ જ સરળતા રહેશે.
ચોંકી ગયા ને મોબાઈલ ફોનમાં જોવા મળતા આ નાનકડા કાણાનું આટલું મહત્ત્વનું છે એ જાણીને? આ માહિતી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણચોક્કસ વધારો કરજો.