સ્પેશિયલ ફિચર્સ

Indian Railwayની ટ્રેનો રાતના સમયે કેમ ફૂલસ્પીડમાં દોડે છે? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ…

ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી વ્યસ્ત અને મોટું કહી શકાય રેલવે નેટવર્કમાંથી એક છે. આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક તો ભારતીય રેલવેની ટ્રેનોમાં પ્રવાસ કરે છે. ટ્રેનએ દેશનું સૌથી વાજબી અને ઝડપી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે. પરંતુ આજે અમે અહીં તમને ભારતીય રેલવેના એક ડાર્ક સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

તમે ક્યારેય ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે વિચાર્યું છે ખરું કે આખરે દિવસ કરતાં રાતના સમયે ટ્રેનો કેમ ફૂલ સ્પીડમાં દોડે છે? આજે આખરે તમને અહીં તમારા આ સવાલનો જવાબ મળી જશે. વાત જાણે એમ છે કે રેલવે ટ્રેક પર દિવસમાં સૌથી વધુ ટ્રાફિક હોય છે. ગૂડ્સ ટ્રેનથી લઈને પેસેન્જર સહિતની અલગ અલગ ટ્રેનો આખો દિવસ ટ્રેક પર દોડે છે. જેને કારણે ટ્રેનોની સ્પીડ પર બ્રેક લાગી જાય છે અને ટ્રેનો ધીમી સ્પીડ સાથે દોડે છે.

આ પણ વાંચો: Indian Railwayની આ ખાસ સુવિધા વિશે જાણો છો? આજે જ જાણી લો, પછી કહેતા નહીં કે…

રાતના સમયે રેલવે ટ્રેક પર ટ્રાફિક પણ ઓછું હોય છે. આ સિવાય રાતના સમયે ટેમ્પરેચર ડાઉન હોય છે, જેને કારણે રેલવે ટ્રેક પર ઘર્ષણ ખૂબ જ ઓછું થાય છે. આ કારણે પણ રાતના સમયે ટ્રેનોની સ્પીડ વધી જાય છે. રાતના સમયે ટ્રેનોને સિગ્નલ પણ ન બરાબર જ મળે છે, એટલે ટ્રેનો વારંવાર રોકાયા વિના રાતના એકદમ ફૂલ સ્પીડમાં દોડે છે.

રાતના સમયે રેલવે ટ્રેક દિવસની સરખામણીએ ખૂબ જ ઓછો હોય છે, એટલે રાતના સમયે ટ્રેનની સ્પીડ વધવાનું આ પણ એક કારણ છે. રાતના રેલવે ટ્રેક પર પ્રાણીઓ કે માણસોની આવવાની શક્યતા એકદમ નહીંવત હોય છે, જેને કારણે ટ્રેનો એકદમ ફૂલ સ્પીડમાં દોડે છે. લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ ટ્રેનોની સ્પીડ બીજા પણ અનેક કારણો પર નિર્ભર રાખે, જેમાં રેલવે ટ્રેકની સ્થિતિ, ટ્રેનોનો આકાર અને વાતાવરણ પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ચોંકી ઉઠ્યા ને ભારતીય રેલવેના આ ડાર્ક સિક્રેટ વિશે જાણી ને? તમે પણ આ માહિતી તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વૃદ્ધિ કરજો. આવી જ બીજી માહિતી જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button