ચલણી સિક્કા હંમેશા ગોળ જ કેમ હોય છે, ચોરસ કે બીજો કોઈ આકાર કેમ નહીં? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

ચલણી સિક્કા હંમેશા ગોળ જ કેમ હોય છે, ચોરસ કે બીજો કોઈ આકાર કેમ નહીં? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ…

આપણે બધા લોકોએ રોજબરોજના જીવનમાં ચલણી સિક્કાઓનો ઉપયોગ તો કરતાં જ હોઈએ છીએ. હવે ચલણી સિક્કા જોયા હોય તો એ વાત પણ ખબર જ હશે કે તે હંમેશા ગોળાકાર જ હોય છે, પરંતુ ક્યારેય વિચાર આવ્યો છે ખરો કે ચલણી સિક્કા હંમેશા ગોળ જ કેમ બીજા કોઈ આકારમાં કેમ નથી હોતા? ડોન્ટ વરી આજે તમને તમારા આ સવાલનો જવાબ આ સ્ટોરીના અંત સુધીમાં તો મળી જ જશે…

દુનિયાભરમાં અલગ અલગ ચલણી સિક્કાઓ ચલણમાં છે અને આકાર, કદ અને મૂલ્યના આધારે તેનું અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવે છે. આજે ચલણમાં ગોળાકાર સિક્કાઓ જોવા મળે છે, પણ હંમેશાથી આવું નહોતું. શરૂઆતના સમયમાં ચોરસ, લંબ ચોરસ અને વચ્ચે કાણું હોય એવા સિક્કાઓ જોવા મળતાં હતા. પરંતુ ધીરે ધીરે આ અલગ અલગ આકારના સિક્કાઓ ચલણમાંથી દૂર થયા અને ગોળાકાર સિક્કાઓ રહી ગયા છે.

આપણ વાંચો: રૂપિયા 500ની નોટ છાપવા RBIને કેટલો ખર્ચ થાય છે? જાણો ચલણી નોટ અને સિક્કા બનાવવા પાછળનો ખર્ચ…

આજે તમે એક, બે, પાંચ, 10 રૂપિયાના ચલણી સિક્કા જોવા મળે છે અને આ તમામ સિક્કા ગોળાકાર જ હોય છે. 1950માં પ્રથમ વખત ભારતમાં એક રૂપિયાનો પહેલો સિક્કો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બે રૂપિયા અને પાંચ રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા. પણ આ તમામ સિક્કા ગોળાકાર હતા.

સિક્કાઓ ગોળાકાર કેમ હોય એની વાત કરીએ તો ગોળ આકારના સિક્કાને કટ કરવું અને તેનો આકાર બદલવવાનું ખૂબ જ અઘરું હોય છે. જ્યારે વાત કરીએ ચોરસ, લંબ ચોરસ કે બીજા આકારના સિક્કાની તો તેની ડિઝાઈનમાં ફેરફાર કરવાનું ખૂબ જ સરળ છે. જ્યારે ગોળ સિક્કાની વાત કરીએ તો તેનો આકાર બદલીને તેના મૂલ્યમાં ઘટાડો કરી શકાતો નથી.

આપણ વાંચો: સિક્કાની ત્રીજી બાજુઃ એક સમયે સિક્કાનાય સિક્કા પડતા હતા!

આ ઉપરાંત એરપોર્ટ, રેલવે સ્ટેશન કે વેટ ચેક સહિતની તમામ વેન્ડિંગ મશીનમાં સિક્કાનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા આકારના સિક્કા કરતાં ગોળ સિક્કા વેન્ડિંગ મશીનમાં નાખવાનું ખૂબ જ સરળ હોય છે. આ સિવાય ગોળાકાર સિક્કા ગણવામાં પણ ખૂબ જ સરળ રહે છે.

છે ને એકદમ યુનિક ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી ઈન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button