કારના ટાયર હંમેશા કાળા રંગના જ કેમ? સફેદ, લાલ કે લીલા રંગના કેમ નહીં? કારણ જાણીને ચોંકી ઉઠશો…
સ્પેશિયલ ફિચર્સ

કારના ટાયર હંમેશા કાળા રંગના જ કેમ? સફેદ, લાલ કે લીલા રંગના કેમ નહીં? કારણ જાણીને ચોંકી ઉઠશો…

આપણામાંથી અનેક લોકોએ પોતાના જીવનમાં ક્યારેયને ક્યારે ફોરવ્હીલર, ટુવ્હીલર તો ડ્રાઈવ કર્યું જ હશે. હવે જો તમે એક વાત નોંધી હશે તો તમને ખ્યાલ હશે કે વાહનના ટાયર હંમેશા કાળા રંગના હોય છે. હવે આ જોઈને તમને પણ મનમાં સવાલ તો થયો જ હશે કે આખરે આવું કેમ? બરાબર ને? ડોન્ટ વરી આજે તમને તમારા આ સવાલનો જવાબ આ સ્ટોરી પૂરી થાય ત્યાં સુધીમાં તો મળી જ જશે…

તમે કોઈ પણ મોંઘામાં મોંઘી અને લક્ઝુરિયસ કે સ્પોર્ટ્સ કાર કોઈ પણ વાહન જોશો તો તેના ટાયર બ્લેક કલરના જ હોય છે. ટાયરનો રંગ હંમેશા કાળો જ કેમ હોય છે, લાલ, પીળો, સફેદ કે લીલો કેમ નહીં? ટાયર એ કોઈ પણ વાહન માટે ખૂબ જ મહત્ત્વનો હિસ્સો હોય છે. ટાયરને કારણે જ મોટામાં મોટું વાહન રસ્તા પર પૂર ઝડપે દોડે છે. પરંતુ તમે ટાયરનો રંગ હંમેશા કાળો જ જોયો હશે. જોકે, હંમેશાથી આવું નહોતું. શરુઆતથી જ ટાયરનો રંગ કાળો હતો એવું નથી.

એક સમયે સફેદ રંગના હતા ટાયર
જી હા, એક સમયે એવો પણ હતો કે જ્યારે વાહનોના ટાયરનો રંગ કાળો નહીં પણ સફેદ હતો. 1895માં ન્યુમેટિક ટાયરનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. આ ટાયરનો રંગ સફેદ હતો, કારણ કે આ રબરનો કલર મિલ્કી વ્હાઈટ હતો. સાઉથ કોરિયાની કાર બનાવતી કંપનીએ પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે આ સફેદ ટાયર લાંબો સમય સુધી ટકી શકે એમ નહોતા અને એટલે ટાયના મેન્યુફેક્ચરિંગમાં ફેરફાર કરવામાં આવ્યો.

આ રીતે બદલાયો ટાયરનો રંગ
ટાયરને મજબૂત બનાવવા માટે અને તેને ટકાઉ બનાવવા માટે પહેલાં સૂટને ટાયરમાં મિક્સ કરવામાં આવ્યું. પરંતુ એના પણ થોડાક વર્ષો બાદ સૂટને બદલે કાર્બન બ્લેકનો ઉપયોગ કરવાની શરૂઆત કરવામાં આવી. રબરની સાથે કાર્બન બ્લેકને મિક્સ કરવામાં આવતા જ ટાયરનો રંગ બ્લેક થઈ ગયો.

સુરક્ષા અને સુવિધા માટે પણ જરૂરી છે બ્લેક ટાયર
કાર્બન બ્લેક એક ફાઈન બ્લેક પાઉડર છે, જે ટાયરને મજબૂતી પ્રદાન કરે છે અને એની સાથે સાથે જ તે ટાયરને રોડ પર સારી પકડ અપાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય કાર્બન બ્લેક ટાયરથી હિટ પણ વધારે બહાર નીકળે અને ટાયરની સ્ટિફનેસ અને સ્ટ્રેન્થ પણ ઈમ્પ્રુવ થાય છે. આ ઉપરાંત બ્લેક કલરના ટાયર લાંબા સમય સુધી નવા જેવા જ રહે છે.

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો…Shocking Video : ટાયર ફાટતા હવામા ફંગોળાયો યુવક, ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button