સ્પેશિયલ ફિચર્સ

શૂઝ તો કલરફૂલ પણ સોલ કેમ સફેદ હોય છે? કારણ જાણશો તો ચોંકી ઉઠશો…

આપણે બધા જ શૂઝ પહેરીએ છીએ અને કપડાં અને લૂક્સની જેમ શૂઝ પણ પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવે છે. જ્યારે પણ ચંપલ ખરાબ હોય કે ટૂટેલા હોય તો એને પહેરવામાં શરમ પણ આવે છે. શૂઝ જૂની થાય એટલે એ મેલી ચોક્કસ થાય છે પણ શૂઝનું સોલ ક્યારેય કલર નથી છોડતું. મોટાભાગના શૂઝના સોલનો કલર સફેદ હોય છે, પરંતુ શું તમને આ પાછળનું કારણ ખબર છે? ચાલો તમને આ વિશે જણાવીએ-

શૂઝના સોલ સફેદ કલરના હોય છે એ પાછળ ખૂબ જ રમુજી કારણ છે. શૂઝના સોલ સફે છે એનું કારણ એવું છે કે સફેદ કલર ખૂબ જ સરળતાથી બીજા કલર સાથે મિક્સ મેચ થઈ જાય છે. આ સિવાય શૂઝના સોલ સફેદ જ રહે છે એનું બીજું કારણ એ પણ છે કે ઓક્સિકરણથી તે પીળું નથી પડતું.

આ પણ વાંચો: Mobile Phoneની પણ હોય છે એક્સપાયરી ડેટ, કઈ રીતે ચેક કરશો?

હવામાં રહેલાં ઓક્સિજનના સંપર્કમાં આવવાને કારણે અનેક સફેદ વસ્તુઓ પીળી પડી જાય છે. આ ઉપરાંત સમયની સાથે ગંદકી અને કીચડના સંપર્કમાં આવવાને કારણે પણ સફેદ વસ્તુ પીળી પડે છે. પરંતુ સફેદ સોલ ઓક્સિકરણને કારણે બેરંગ નથી થતાં. શૂઝને ડિઝાઈન કરનારાઓને ઘણી વખત એવું પણ લાગે છે કે સફેદ સોલ બાકી શૂઝની સાથે કોન્ટ્રાસ્ટ કરે છે.

શૂઝના સોલ સફેદ હોય છે એનું બીજું કારણ એવું પણ છે કે સફેદ સોલ શૂઝને કૂલ લૂક આપે છે. જો તમારા શૂઝના સોલ પણ પીળા થઈ ગાય છે તો સૌથી પહેલાં એક વાટકામાં ગરમ પાણી લો. ત્યાર બાદ તેમાં બેકિગ સોડા મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવી લો. ટૂથ બ્રશની મદદથી પેસ્ટને પીળા દાગ પર લગાવો. એક કલાક સુધી રહેવાનો ત્યાર બાદ શૂઝને ગરમ પાણીથી ધોઈ ને સૂકાવવા માટે મૂકી દો.

હવે જ્યારે પણ તમને કોઈ પૂછે ત્યારે તેમની સાથે પણ આ માહિતી શેર કરીને ચોક્કસ તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો હં ને…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button