સ્પેશિયલ ફિચર્સ

પિતૃ પક્ષ દરમિયાન કાગડાને ખીર કેમ ખવડાવવામાં આવે છે?

હિંદુ ધર્મ ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખાવામાં આવે છે. આપણો સનાતન ધર્મ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. આપણો સનાતન ધર્મ વિજ્ઞાન અને પ્રકૃતિ પર આધારિત છે. આપણા ધર્મમાં હાલમાં શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. હિંદુ ધર્મના લોકોમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાદ્ધ કહેવાય છે. વિક્રમ સંવત નાં ભાદરવા સુદ પુનમથી આ પર્વની શરૂઆત થાય છે, જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધનાં સોળ દિવસનાં સમુહને શ્રાદ્ધપક્ષ તેમજ પિતૃતર્પણનાં દિવસો કહેવાય છે. પિતૃ પક્ષના શ્રાદ્ધના દિવસોમાં કાગડાને ખીર ખવડાવવાનું ઘણું મહત્વ છે, પણ શું તમે એ જાણો છો કે કાગડાને ખીર શા માટે ખવડાવવામાં આવે છે? કદાચ તમે નહીં જાણતા હો. તો ચાલો આજે તમને આ વિશે માહિતી આપીએ.

આપણા પૂર્વજોએ પિતૃ પક્ષ દરમિયાન કાગડા માટે ખીર બનાવવાનું કહ્યું છે. આપણે એનું કારણ જાણીએ. આપણા સનાતન ધર્મમાં પીપળ અને વડને પૂર્વજો માનવામાં આવે છે. શું તમે કોઈ દિવસ પીપળ અને વડના રોપા વાવ્યા છે? અથવા તમે કોઈને પીપળા અને વડનું ઝાડ રોપતા જોયા છે…? શું તમને ખબર છે કે


પીપળાના કે વડના બીજ નથી મળતા? જી હા, પીપળાના કે વડના બીજ નથી હોતા. તમે ગમે તેટલા વડ અથવા પીપળના ઝાડને કાપવા રોપવાનો પ્રયાસ કરો, પરંતુ તે ઉગશે નહીં. એનું કારણ એ છે કે આ બે ઉપયોગી વૃક્ષો વાવવા માટે કુદરતે અલગ-અલગ વ્યવસ્થા કરી છે. આ બંને વૃક્ષોના ફળ કાગડા ખાય છે અને બીજ તેમના પેટમાં પ્રોસેસ થાય છે અને પછી જ બીજ ઉગાડવા માટે સક્ષમ બને છે. ત્યારપછી જ્યાં કાગડા વિષ્ટા કરે ત્યાં આ બે વૃક્ષો ઉગી જાય છે.


પીપળો વિશ્વનું એકમાત્ર એવું વૃક્ષ છે જે ચોવીસ કલાક વાતાવરણમાં ઓક્સિજન છોડે છે અને વડના ઝાડના ઔષધીય ગુણો અપાર છે. તેથી જો આ બંને વૃક્ષો ઉગાડવા હોય તો કાગડાની મદદ વિના શક્ય નથી, તેથી કાગડાઓને બચાવવા પડશે. અને આ કેવી રીતે થશે? તો એનો જવાબ એ છે કે ભાદરવા મહિનામાં માદા કાગડો ઈંડું મૂકે છે અને નવજાત શિશુ કાગનો જન્મ થાય છે. તેથી ઉપયોગી પક્ષીઓની આ નવી પેઢીને પૌષ્ટિક અને વિપુલ પ્રમાણમાં ખોરાક મળે તે જરૂરી છે. આથી આપણા ઋષિ-મુનિઓ અને પૂર્વજો દ્વારા કાગડાના નવજાત બેબી કાગડા માટે શ્રાદ્ધ સ્વરૂપે દરેક ધાબા પર પૌષ્ટિક આહારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કાગડાના નવજાત શિશુઓનો ઉછેર થઈ શકે.


છે ને ઇન્ટ્રેસ્ટિંગ! આપણો સનાતન ધર્મ વિજ્ઞાન અને પ્રકૃતિ પર આધારિત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hazi Mastanએ કેમ કર્યા Sona સાથે નિકાહ દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે? મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો? Mahashivratriએ શિવલિંગ પર શું ચડાવશો?