વેલેન્ટાઇન વીકમાં જાણો પહેલો પ્રેમ પત્ર કોણે લખ્યો હતો…
![first love letter writer](/wp-content/uploads/2025/02/love-letters.webp)
વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમનો એકરાર કરવાનો દિવસ. પ્રેમને પ્રેમથી માણવાનો દિવસ. એક સરસ મજાની અનુભૂતિનો દિવસ. એમ તો પ્રેમની અનુભૂતિ દરરોજ કરી શકાય છે. પ્રેમ કોઇ ખાસ દિવસનો મોહતાજ નથી. પ્રેમ હોય તો દરેક દિવસ વેલેન્ટાઇન ડે હોય. વેલ, વેલેન્ટાઈન વીક આજથી એટલે કે સાત ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે. વેલેન્ટાઈન સપ્તાહનો દરેક દિવસ પ્રેમીઓ માટે ઘણો જ મહત્વપૂર્ણ હોય છે, જેની શરૂઆત રોઝ ડે સાથે થાય છે અને હવે 14 ફેબ્રુઆરી સુધી રોજ નવા નવા દિવસની ઉજવણી કરવામાં આવશે.
Also read : ચિંતન : અપેક્ષિત પરિણામ ન હોય તોપણ તેની સ્વીકૃતિ માટેની સલાહ છે…
વેલેન્ટાઈન ડે પર પ્રેમીઓ પોતાની રીતે પોતાના પ્રેમનો ઇઝહાર કરશે પરંતુ આજે આપણે જાણીશું પ્રેમ કરવાની સદીઓ જૂની પરંપરા. આજના જમાનામાં તો યુવાનો ગુલાબ, ચોક્લેટ્સ, બલુન્સ કે કોઇ ગિફ્ટ આપીને પ્રેમનો એકરાર કરે છે, પણ પ્રેમ તો સનાતન કાળથી ચાલ્યો આવે છે. તો એવામાં આપણને સહેજે વિચાર આવે કે એ જમાનામાં લોકો કેવી રીતે પ્રેમ વ્યક્ત કરતા હશે. વેલ, જૂના જમાનામાં જ્યારે કોઇ સોશિયલ મીડિયા કે ગિફ્ટ બિફ્ટના જમાના નહોતા ત્યારે પણ પ્રેમ તો વ્યક્ત થતો જ હતો, પણ એ પત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવતો હતો. એ સમયે પોતાના પ્રિય પાત્રને પ્રેમપત્ર લખીને પ્રેમનો એકરાર કરવામાં આવતો હતો. માનવામાં ના આવે તો તમે રોમાન્સના રાજા રાજ કપૂરની ‘સંગમ’ ફિલ્મનું ગીત જોઇ લેજો. ‘યે મેરા પ્રેમપત્ર પઢકર, કે તુમ નારાજ ના હોના….. ‘
![](/wp-content/uploads/2025/02/image-7.png)
આજના જમાનામાં તો પત્ર લખવાની પરંપરા જ ભૂંસાઈ ગઈ છે. હવે એવા ઓછા લોકો છે જે એકબીજાને પત્ર એટલે કે પ્રેમ પત્ર લખતા હશે પરંતુ જે લોકોએ પ્રેમપત્રો લખ્યા છે એ લોકો એવા પત્રોની મજા અને એનો ખાસ અનુભવ જાણે છે
સોશિયલ મીડિયાના આ યુગમાં આજે પણ પ્રેમપત્રો એટલા જ ઇન થીંગ છે પણ શું તમે જાણો છો કે પહેલો પ્રેમ પત્ર કોણે લખ્યો હતો? આપણે પહેલા પ્રેમ પત્રની વાત કરીએ તો તેનો ઉલ્લેખ છેક ભારતીય પુરાણોમાં મળે છે. આ પ્રેમ પત્ર લગભગ 2000 વર્ષ પહેલા લખાયો હતો અને આ પ્રેમપત્રમાં પણ હીરો હતા આપણા એવર ગ્રીન કૃષ્ણ ભગવાન જેમને વિદર્ભની રાજકુમારી રુકમણીને પ્રેમ પત્ર લખ્યો હતો અને બાદમાં રુકમણીએ શ્રીકૃષ્ણ સાથે લગ્ન કર્યા હતા. રુકમણીએ તેની મિત્ર સુનંદા દ્વારા પ્રેમ પત્ર શ્રીકૃષ્ણને મોકલ્યો હતો.
Also read : અલૌકિક દર્શન : વિષ્ણુ જેમ પરમોચ્ચ તત્ત્વ છે,
![](/wp-content/uploads/2025/02/firsl-love-letter--1024x730.jpg)
જ્યારે રુકમણીને શ્રીકૃષ્ણના બહાદુરી અને ગુણો વિશે ખબર પડી ત્યારે તે મનોમન જ તેમની દિવાની થઇ ગઇ અને તેમને પ્રેમ કરવા લાગી હતી અને તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ રુકમણીનો ભાઈ તેના લગ્ન શિશુપાલ સાથે કરાવવા માગતો હતો. રુકમણીની શિશુપાલ સાથે લગ્ન કરવાની બિલ્કુલ ઇચ્છા નહોતી કારણ કે તે તેના તન મનથી ભગવાન શ્રીકૃષ્ણને ચાહતી હતી, તેથી તેણે શ્રીકૃષ્ણને પોતાનો પ્રેમનો સંદેશ મોકલ્યો હતો અને કૃષ્ણએ પણ તેના પ્રેમને કબુલ કરીને તેની માંગણી પૂરી કરી હતી અને તેની સાથે લગ્ન કર્યા હતા. આમ દુનિયાનો પહેલો પ્રેમ પત્ર તો સફળ રહ્યો હતો અને ત્યારથી જ કદાચ દિલના ભાવ પત્ર દ્વારા વ્યક્ત કરવાની પરંપરા શરૂ થઇ.