આ લોકોએ ભૂલથી પણ ના કરવા જોઈએ હોલિકા દહનના દર્શન, નહીંતર…

ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ હોલિકા દહન કરવામાં આવે છે આ વખતે 13મી માર્ચના હોલિકા દહન કરવામાં આવશે. હિંદુ શાસ્ત્રોની વાત કરીએ તો હોલિકા દહનને અસત્ય પર સત્યની જિતનું પ્રતિક છે. ભારત સહિત વિવિધ દેશોમાં આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં આ દિવસે હોલિકા માતાની પૂજા કરવાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કે હોલિકા માતાની પૂજન અને હોલિકા દહનની અગ્નિમાં પ્રસાદ ચઢાવવામાંથી ઘરમાં સુખ, શાંતિ અને પોઝિટીવ એનર્જી આવે છે. જોકે, કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર અમુક લોકોને હોલિકા દહનના દર્શન કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આજે અમે અહીં તમને કોણે કોણે હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ-
⦁ નવી વધુઓએ હોલિકા દહનના દર્શન ના કરવા જોઈએ અને કેટલાક પરિવારોમાં આ જ માન્યતાને કારણે નવી પરણીને આવેલી વહુઓને તેમના મામા ઘરે કે પિયર મોકલવામાં આવે છે.
⦁ આ ઉપરાંત શારીરિક રીતે નબળા હોય કે બીમાર હોય એવા લોકોએ પણ હોલિકા દર્શન કરવાથી બચવું જોઈએ. દહન સમયના ધૂમાડા અને તાપને કારણે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળી શકે છે અને એમાં પણ હાર્ટ પેશન્ટ અને બ્લડ પ્રેશર હોય એવા લોકોએ હોલિકા દહનના દર્શન ના કરવા જોઈએ.
⦁ નવજાત શિશુએ પણ ધુમાડા અને તાપથી બચવા માટે હોલિકા દહનથી દૂર રહેવું જોઈએ. હોલિકા દહનને કારણે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળે છે.
⦁ ગર્ભવતી મહિલાઓએ પણ હોલિકા દહનથી દૂર જ રહેવું જોઈએ. જોકે, આ પાછળની માન્યતાની વાત કરીએ તો એવું કહેવાય છે કે થનાર બાળક અને માતા માટે આટલી ગરમી અને ધુમાડો યોગ્ય નથી એટલે તેમણે પણ હોલિકા દહનથી દૂર જ રહેવું જોઈએ.