આ લોકોએ ભૂલથી પણ ના કરવું જોઈએ મેથીના દાણા કે એના પાણીનું સેવન, આજે જ જાણી લેજો નહીંતર…

આજકાલ સોશિયલ મીડિયા પર હેલ્થ બેનેફિટ્સની માહિતી આપતા અનેક વીડિયો અને પોસ્ટ વાઈરલ થતી હોય છે અને એમાંથી અનેક ટીપ્સ તો આપણે ફોલો કરતાં હોઈએ છે. આજે આપણે અહીં જ આવી જ એક ટિપ્સ વિશે વાત કરીશું. આયુર્વેદિક ગુણોથી ભરપૂર મેથીના દાણાનું સેવન કરવું આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે, એવું આપણે લોકોને કહેતાં સાંભળ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે અમુક લોકોએ ભૂલથી પણ મેથીના દાણા કે તેના પાણીનું સેવન ના કરવું જોઈએ? ચાલો આજે જાણીએ કે આખરે કોણે મેથીના દાણાનું બિલકુલ સેવન ના કરવું જોઈએ.
મેથીના દાણાનું પાણી બ્લડ શુગરને કન્ટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય પેટની સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. મેથીના દાણાને લઈને પણ સોશિયલ મીડિયા પર જાત જાતની વાતો અને વીડિયો વાઈરલ થતાં હોય છે. હવે સવાલ એ છે કે આવા ટ્રેન્ડ્સ ફોલો કરવા માટે આપણા સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે? આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કોણે મેથીના દાણા કે પાણીનું સેવન ના કરવું જોઈએ.
વાત જાણે એમ છે કે મેથીના દાણા એ એક મસાલા છે અને તેની તાસીર ગરમ હોય છે અને એટલું એનું સેવન કરવા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. મેથીના દાણામાં પ્રોટિન, ગુડ ફેટ, ફાઈબર, ગુડ ફેટ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, વિટામિન સી, બી1, બી2, બી3, ફોલેટ, જિંક, કોપર અને સેલેનિયમ હોય છે.
આ લોકોએ મેથીના દાણાનું પાણી પીવાથી બચવું જોઈએ-
⦁ એલર્જી હોય એવા લોકોઃ
જે લોકોને કોઈ પણ પ્રકારની એલર્જી હોય એવા લોકોએ મેથીના દાણાના પાણીનું સેવન કરવાથી બચવું જોઈએ. જો સ્કીન પર લાલ ચાકમા, ખંજવાળ કે સોજા હોય એવા લોકોએ મેથીના દાણાનું પાણી ના પીવું જોઈએ. આવી સ્થિતિમાં લોકોએ એક્સપર્ટ્સની સલાહ વિના મેથીના દાણાવાળું પાણી પીવાથી બચવું જોઈએ.
⦁ પ્રેગ્નન્ટ મહિલાઓએ ના પીવું જોઈએઃ
પ્રેગ્નન્સી સમયે કેટલીક મહિલાઓને ડાયાબિટીઝની સમસ્યા સતાવી શકે છે. આવી સ્થિતિમાં શુગરને કન્ટ્રોલ કરવા માટે મેથીના દાણાનું પાણી પીવા લાગે છે. ડોક્ટર્સ કે એક્સપર્ટ્સની સલાહ વિના આવું કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. મેથી દાણાની તાસીર ગરમ હોય છે અને એવું કહેવાય છે કે આવું કરવાથી પ્રી-ટર્મ ડિલીવરી થઈ શકે છે.
⦁ લોહી પાતળી કરવાની દવા લેતા હોવ ત્યારેઃ
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર જે લોકો બ્લડ થિનિંગની દવા લેનારા દર્દીઓએ પણ મેથીના દાણા કે એનું પાણી ના પીવું જોઈએ. આવા લોકોએ મેથીના દાણા જ નહીં પણ એવા બીજા કોઈ પણ મસાલાના પાણીનું સેવન એક્સપર્ટ્સની સલાહ લીધા વિના ના કરવું જોઈએ.
⦁ બાળકો અને વૃદ્ધોએઃ
બાળકોને હેલ્ધી રાખવાના ચક્કરમાં અનેક માતાઓ તેને ભીંજાવેલા મેથીના દાણા અને પાણી પીવડાવે છે. પરંતુ આવું કરવું ભારે પડી શકે છે. આ સિવાય વૃદ્ધોનું શરીર પણ ખૂબ જ સેન્સેટિવ હોય છે એટલે એમણે પણ મેથીના દાણા કે એનું પાણી પીતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. શુગર કન્ટ્રોલ કરવાના ચક્કરમાં આડેધડ સમજ્યા વિચાર્યા વિના નુકસાન થઈ શકે છે.



