કોણ છે દુબઈની શાન સમાન બુર્જ ખલીફાનો અસલી માલિક, જાણો છો?

જ્યારે પણ દુબઈની વાત કરીએ તો આંખો સામે તરવરી ઉઠે રસ્તાની બંને બાજુએ આવેલી ઊંચી ઊંચી ઈમારતો, સ્કાયસ્ક્રેપર્સ… દુબઈની વાત ચાલી રહી હોય તો બુર્જ ખલીફાના ઉલ્લેખ વિના તો વાત અધૂરી જ ગણાય. આ બુર્જ ખલીફાએ દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે અને એના વિશેના અલગ અલગ ફેક્ટ્સ વિશે તમે અત્યાર સુધી વાંચ્યું અને સાંભળ્યું પણ હશે. પરંતુ શું તમને ખબર છે કે આ બુર્જ ખલીફાનો માલિક કોણ છે? વિચારમાં પડી ગયા ને? ચાલો આજે તમને એ વિશે જણાવીએ-

બુર્જ ખલીફાએ દુબઈની ઓળખ બની ગઈ છે. આસમાનને આંબી રહેલી આ ઈમારતને જોવા માટે તમામ લોકો ઉત્સુક હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ ઈમારત જોવા માટે આવે છે. 828 મીટર ઊંચી આ ઈમારત આર્કિટેક્ચરનો બેજોડ નમૂનો છે. 163 માળની આ ઈમારતમાં એક રાત રોકાવવાનું ભાડુ સાંભળીને પણ ભલભલાની આંખો પહોળી થઈ જાય.
આ પણ વાંચો: Burj Khalifa પર એક વીડિયો ચલાવવા માટે કેટલા પૈસા ખર્ચવા પડશે?
વાત કરીએ દુબઈની શાન સમાન આ ઈમારત કોની માલિકીની છે એની. પણ એ પહેલાં આ ઈમારતના કેટલાક ફેક્ટ વિશે વાત કરીએ લઈએ. તમારી જાણ માટે કે આ ઈમારતનું કન્સ્ટ્રક્શન 2004માં શરૂ થયું હતું અને એને બનવામાં છ વર્ષનો સમય લાગ્યો હતો. 2010માં આ ઈમારત ખૂલ્લી મૂકવામાં આવી હતી. જ્યારે આ ઈમારતનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું ત્યારે દરરોજ 12,000 મજૂરો કામ કરતાં હતા. આ ઈમારતની ભવ્યતાનો અંદાજો એ પરથી જ લગાવી શકાય છે કે જો આ ઈમારતને સાફ કરવામાં આવે તો તેમાં ત્રણ મહિના પણ લાંબો સમય લાગી શકે છે.

આઈ નો આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે ભાઈ આખરે આ ઈમારતનો માલિક કોણ છે? તો અમે તમારા સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. આ ઈમારતને એમાર પ્રોપર્ટીઝે બનાવી છે અને આ કંપની દુબઈની એક જાણીતી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે. યુએઈની એમાર પ્રોપર્ટીઝના ફાઉન્ડ અને ચેરમેન મોહમ્મદ અલબ્બાર છે. બીજા શબ્દોમાં કહીએ તો આ આલીશાન બિલ્ડિંગના માલિક મોહમ્મદ અલબ્બાર છે.
આ પણ વાંચો: Dubai Burjh Khalifaના ટોપ ફ્લોર પરથી કેવો દેખાય છે નજારો, કોણ કોણ જઈ શકે છે?
છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરો અને આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.