Sara Tendulkar ને Valentines Day પર કોણે આપ્યું Heart?

Valentine’s Day એટલે પ્યાર, મહોબ્બત, ઈશ્કનો દિવસ…આજના આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મનની વાત, પ્રેમની અભિવ્યક્તિ પોતાના પ્રિય વ્યક્તિ સમક્ષ કરી રહી છે. દરમિયાન સચિન તેંડુલકરની દિકરી સારા તેંડુલકરનો પણ આજનો દિવસ એકદમ સ્પેશિયલ બની ગયો છે, કારણ કે આજે સારાને એકદમ સ્પેશિયલ ગિફ્ટ મળ્યું છે.
માસ્ટર બ્લાસ્ટરની દિકરી સારા સોશિયલ મીડિયા પર ખાસી એવી એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના એકાઉન્ટ પરથી પોતાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે, અને મિનિટોમાં જ આગની વાઈરલ થઈ જતાં હોય છે. અવારનવાર સારાનું નામ ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર શુભમન ગિલ સાથે જોડવામાં આવે છે. પરંતુ બંનેમાંથી કોઈ પણ આ રિલેશનશિપને લઈને ખૂલીને વાત કરવા તૈયાર નથી.
પાછા બેક ટુ ટ્રેક ફરીને વાત કરીએ તો સારાનો વેલેન્ટાઈન્સ ડે સ્પેશિયલ એટલા માટે થઈ ગયો હતો કારણ કે તેને ગિફ્ટમાં દિલ મળ્યું છે. સારાએ પોતાના એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. હવે તમને વિચાર આવશે કે આખરે સારાને આ ક્યુટ અને સ્પેશિયલ ગિફ્ટ મોકલાવ્યું છે? તમે વધારે વિચાર કરો એ પહેલાં તમને જણાવીએ કે એક બેકરી દ્વારા ચીઝ કેક મોકલાવી છે જે હાર્ટ શેપની છે.
સારા તેંડુલકરે આ વીડિયો શેર કરીને એની સાથે લખ્યું છે કે આ સ્પેશિયલ ગિફ્ટ મળતાં જ મારો વેલેન્ટાઈન ડે ખરા અર્થમાં સ્પેશિયલ બની ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સારા તેંડુલકર એક સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે અને તે એક Entrepreneur પણ છે. સારા તેંડુલકરની પોસ્ટ ગણતરીની સેકન્ડમાં વાઈરલ થઈ જતી હોય છે.